- પતિનું કોરોનાને કારણે મલ્ટીપલ ઓર્ગન ફેલ થવાથી થયું હતું મોત
- પત્નીએ કરી હતી હાઇકોર્ટમાં પિટિશન
- હવે IVF ટેકનોલોજી દ્વારા બાળક પ્રાપ્ત કરવાનો મહિલાનો માર્ગ મોકળો
અમદાવાદ: શહેરમાં એક માનવીય કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં મહિલા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પોતાના મરણ પથારીએ પડેલા પતિના સ્પર્મ મેળવવા પીટીશન કરવામાં આવી હતી. મહિલાનો પતિ કોરોનાને કારણે શહેરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ હતો. જેની તબિયત વધુ લથડી હતી. ડોક્ટર દ્વારા મહિલાને જણાવાયું હતું કે, કોરોનાને કારણે તેના પતિના મલ્ટીપલ ઓર્ગન ફેલ થઈ ગયા છે. જેથી તેની બચવાની આશા નહોતી અને તે ગણતરીના કલાકોમાં મૃત્યુ પામશે.
પત્નીનો અડગ નિર્ણય
યુગલને લગ્ન કર્યેાના ઓછા સમય થયા હોવાથી અને બાળક ન હોવાથી પત્નીએ પતિ તરફના અવિરત પ્રેમને લઈને કુટુંબ આગળ ધપાવવા IVF દ્વારા બાળક પેદા કરવાનો નિર્ણય લીધો. તે માટે પુરુષના સ્પર્મની જરૂર પડે છે. હોસ્પિટલ દ્વારા તે માટે પતિની સંમતિ જરૂરી હોવાનું જણાવ્યું હતું. પરંતુ મહિલાનો પતિ તે માટે સંમતિ આપી શકે તેવી સ્થિતિમાં નહોતો.
આ પણ વાંચો :હાઈકોર્ટની મંજૂરી મળતા અરજદાર મહિલાના પતિના સ્પર્મ લેવાયા
ગુજરાત હાઇકોર્ટનો માનવીય અભિગમ
આખરે મહિલાએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટે સમયસર મહિલાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. સમય રહેતા પતિના સ્પર્મ ડોકટર્સ દ્વારા કલેકટ કરીને, તેણે વડોદરાની એક લેબમાં રખાયા છે. જોકે હાઈકોર્ટે પોતાના ચુકાદામાં સ્પર્મના ઉપયોગની મંજૂરી આપી નહોતી. સંસદમાં પણ આ મુદ્દાને લગતુ બિલ હજુ પ્રગતિમાં છે.
આ પણ વાંચો :"મારા પતિ પાસે માત્ર 24 કલાક છે, પ્લીઝ મને IVF માટે મંજૂરી આપો"
મહિલાને તેના સાસુ-સસરાએ આપ્યો સાથ
પત્નીના આ નિર્ણયમાં તેના સાસુ-સસરાએ પણ સાથ આપતા. હાઈકોર્ટે આઈવીએફ ટેકનોલોજીમાં પતિના સ્પર્મનો ઉપયોગ કરતા મહિલાને અટકાવવાનું કોઈ કારણ દેખાયું નહોતું. આથી આખરે હાઈકોર્ટે પત્નીને મૃત પતિના સ્પર્મનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે.
જાણો શું છે સમગ્ર મામલો...
અમદાવાદના એક મહિલા અસ્મિતાબેન(નામ બદલ્યુ છે)ના લગ્ન વર્ષ 2020ના ઓક્ટોબર મહિનામાં થયા હતા. કોરોના મહામારીની બીજી લહેરમાં તેમના પતિ સુરેશભાઈ(નામ બદલ્યું છે) નો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સુરેશભાઈને કોરોના એ હદે વધી ગયો કે તેમના મલ્ટીપલ ઓર્ગન ફેલ થઈ ગયા અને ડોકટરે તેમના બચવાની આશાઓ છોડી દીધી છે. આ સંજોગોમાં અસ્મિતાબેને તેમના સંબધોની નિશાની રાખવા IVF ટેકનોલોજીના માધ્યમથી બાળક રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સુરેશભાઈ મરણપથારીએ હોવાથી ડોક્ટરે આ માટે તેમને કોર્ટની મંજૂરી લેવા જણાવ્યું હતું. આ પરિસ્થિતિમાં અસ્મિતાબેન કોર્ટના શરણે આવ્યા હતા.
IVF માટે ડોકટરોની શું રહી મજબૂરી?
IVF કરવા માટે બંને પક્ષની મંજૂરી અનિવાર્ય છે, પરંતુ સુરેશભાઈ છેલ્લા ઘણા સમયથી સભાન અવસ્થામાં ન હોવાથી ડોનર તરીકે તેમની મંજૂરી આપી શકે તેમ ન હતું. જેથી હોસ્પિટલના તબીબોએ તેમના પત્નીને કોર્ટમાંથી મંજૂરી લાવવા કહ્યું હતું. પરિણામે અસ્મિતાબેને આજે મંગળવારે કોર્ટમાં આ માટેની મંજૂરી માગી હતી. નામદાર હાઈકોર્ટે આ અંગે સુનાવણી હાથ ધરતા 24 કલાકની અંદર દર્દીના સ્પર્મ્સ કલેક્ટ કરી લેવાનો આદેશ કર્યો છે. વધુમાં કોર્ટે ઓર્ડર કર્યો હતો કે, આ સ્પર્મને જ્યાં સુધી આગામી સમયમાં યોજાનારી સુનાવણીમાં આદેશ ન કરે ત્યાં સુધી પ્લાન્ટ ન કરવા.
15 મિનીટમાં સર્જરી કરવામાં આવી
હોસ્પિટલમાં IVF સ્પેશિયાલિસ્ટ અને યુરોલોજિસ્ટની હાજરીમાં પ્રોસિઝર હાથ ધરાઇ હતી માત્ર 15 મિનિટમાં જ આ સર્જરી પૂરી થઈ ગઈ હતી અમદાવાદમાં રહેતી યુવતી ભરૂચના યુવાન સાથે પ્રેમમાં પડી એ યુવાન પણ જૂન 2018થી કેનેડાનો પીઆર ધરાવતો હતો બન્ને એકબીજાને બેહદ પ્રેમ કરતાં હતાં અંતે તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો ગત ઓક્ટોબર 2020માં કોવિડનાં નિયંત્રણો હોવા છતાં કેનેડામાં બન્નેએ લગ્ન કર્યાં હતા.
ગણતરીના કલાકમાં મૃત્યું
પત્નીએ IVF સિસ્ટમથી બેબી પ્લાન્ટ કરવા નામદાર હાઇકોર્ટમાં અરજી કરી હતી IVF કરવા માટે બંને પક્ષની મંજૂરી અનિવાર્ય છે પરંતુ પતિ છેલ્લા ઘણા સમયથી સભાન અવસ્થામાં ન હોવાને કારણે ડોનર તરીકે તેમની મંજૂરી મળી શકે એમ ન હતું આથી હોસ્પિટલના તબીબોએ તેમને કોર્ટમાંથી મંજૂરી લાવવા કહ્યું હતું પરિણામે પત્નીએ કોર્ટમાં આ માટેની મંજૂરી માગી હતી નામદાર હાઈકોર્ટે આ અંગે સુનાવણી હાથ ધરતાં 24 કલાકની અંદર દર્દીના સ્પર્મ લેવાનો આદેશ કર્યો હતો. સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત યુવાનના દર્દીના સ્પર્મ લીધાના ગણતરીના કલાકોમાં ગુરુવારે યુવકનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચોઃકૃત્રિમ ગર્ભ મામલો : સ્પર્મ લીધાના ગણતરીના કલાકમાં પતિનું નિધન