ગુજરાત

gujarat

ETV Bharat / city

ગટરમાં ગૂંગળામણથી મૃત્યુ થયેલાં સફાઈ કર્મચારીઓને તાત્કાલિક વળતર ચુકવો: હાઈકોર્ટ - જસ્ટીસ એસ.આર બ્રહ્મભટ્ટ

અમદાવાદ: શહેરમાં વિશાલા સર્કલ પાસે ગટરમાં ઉતરવાથી બે સફાઈ કર્મચારીઓના મોતના મામાલે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી મુદ્દે સોમવારે જસ્ટીસ એસ.આર બ્રહ્મભટ્ટ અને વી.પી. પટેલની ખંડપીઠે મૃતક બંન્ને સફાઈ કર્માચારીઓના બેન્ક ખાતા ખોલાવી તેમાં 10 લાખ રૂપિયા વળતર પેટે વહેલી તકે ચુકવવા સરકારને આદેશ કર્યો છે.

હાઈકોર્ટ

By

Published : Oct 22, 2019, 7:03 AM IST

હાઈકોર્ટે વિસાલા સર્કલ પાસેના બનાવમાં નોડલ અધિકારી, પેટા કોન્ટ્રાક્ટર અને કોન્ટ્રાક્ટર વિરૂધ ફોજદારી ગુનો દાલખ કરવાનું વલણ દાખવ્યું હતું. હાઈકોર્ટે મેન્યુઅલ સેકેવેજિંગ અટકાવવા માટે કેવા પગલા લેવામાં આવ્યા અને ગટરમાં ઉતરવાથી કેટલા લોકોના મોત થયા એ અંગેનો એક્શન ટેક્ન રિપોર્ટ માંગ્યો છે. આ મામલે વધુ સુનવણી 22મી ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે.

હાઈકોર્ટમાં રજૂ કરાયેલા આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં ગટરમાં ઉતરવાથી કુલ 147 લોકોના મોત નીપજ્યાં છે. હાઈકોર્ટે આ મામલે દુઃખ વ્યકત કરતાં ફરીવાર આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેનું સરકરાને ખાસ ધ્યાન રાખવાની ટકોર કરી છે. હાઈકોર્ટમાં માનવ પાસે હાથથી ગટર સાફ કરાવવા મુદ્દે જાહેરહિત અરજી દાખલ કરવામાં આવી હતી, જે પૈકી સામાજીક કાર્યકરતા પુરષોત્તમ વાઘેલાએ વિસાલા સર્કલની ઘટનાને લઈને નવી અરજી દાખલ કરી હતી.

અગાઉ હાઈકોર્ટે સુનાવણીમાં રાજ્ય સરકારને ગટર કે ટાંકા સાફ કરવામાં ઉપયોગી થતાં ઉપકરણો લાવવામાં આવ્યા છે કે કેમ? કેટલા લોકો મૃત્યું પામ્યા છે? અને શું વળતર ચુકવવામાં આવ્યું છે? સહિતની વિગતો રિપોર્ટમાં રજૂ કરવાનો હુકમ કર્યો હતો. અરજદારે રાજ્યમાં ચાલતી મેન્યુઅલ સ્કવેંજિંગની પ્રવૃત્તિના ભાગરૂપે ગટર કે ટાંકા સાફ કરવા ઉતરતા લોકોના મોત ન થાય અને દુર્ઘટનાભરી સ્થિતિના સર્જાય એ માટે હાઇકોર્ટ પાસેથી જરૂરી નિર્દેશની માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details