અમદાવાદ: રાજ્યમાં જર્જરિત શાળાઓ (Government Schools In Gujarat) અને તેના શિક્ષણની બિસ્માર હાલત (Education Facilities In Gujarat)ને લઈને વધુ એક મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. હાઇકોર્ટે લીધેલી સુઓમોટો (gujarat high court suo moto)ના મામલે આજે સુનાવણી હાથ ધરાવામાં આવી હતી. આ મામલે હાઇકોર્ટેરાજ્ય સરકાર પાસે વિગતવાર માહિતી માંગી છે. હાલમાં રાજ્યમાં બિસ્માર હાલતમાં પડેલી શાળાઓ અને શાળાની ખરાબ શિક્ષણવ્યવસ્થાનો મુદ્દો જોરશોરથી ચાલી રહ્યો છે.
અનેક શાળાઓમાં પીવાના પાણીની સમસ્યા- રાજ્યની જર્જરિત શાળાઓ (Dilapidated schools In Gujarat)ને લઈને કોર્ટે ગંભીરતા દ્દાખવી છે. આ ગંભીરતાનું મહત્વ સમજાવતા કોર્ટે વલસાડ ધરમપુર શાળા (dharampur school gujarat)નું ઉદાહરણ આપ્યું હતું. હાઈકોર્ટે કહ્યું કે, અનેક શાળાઓમાં પીવાનું પાણી પણ ઉપલબ્ધ નહોતું (Basic Facilities In Gujarat Schools) અને સાથે સાથે બાળકો જે ઓરડામાં બેસતા હતા ત્યાંથી દીવાલો અને રૂમની હાલત પણ બિસ્માર હાલતમાં જોવા મળી હતી.
આ પણ વાંચો:Survey By Bhavnagar Municipal Corporation: સિસોદીયાની મુલાકાત બાદ સફાળી જાગી ભાવનગર મનપા, જર્જરિત શાળાઓમાં તાબડતોડ શરૂ કરી કામગીરી
ઘણી શાળાઓમાં છોકરીઓ માટે શૌચાલયની વ્યવસ્થા નથી- કોર્ટે આ મામલે ટકોર કરતા કહ્યું કે, આવી જર્જરિત શાળાઓમાં અનેક ભૂલકાઓ ભણતા હોય છે તેમના ભવિષ્યનું શું? કોર્ટે એ પણ ટકોર કરી કે, ઘણી બધી શાળાઓમાં તો છોકરીઓ માટેના શૌચાલયની વ્યવસ્થા (Toilet facility in gujarat school)નો પણ અભાવ જોવા મળતો હોય છે. આ સમગ્ર મામલે કોર્ટે સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે.
આ પણ વાંચો:PM Modi Gujarat Visit: જાણો શું છે દેશનું પ્રથમ સ્કૂલ ઑફ એક્સેલન્સ સેન્ટર જેની PM મોદી કરશે મુલાકાત
કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ- આ ઉપરાંત કેટલી શાળાઓ ભાડાના મકાનમાં (Schools in rented buildings In Gujarat) ચાલે છે, રાજ્યની કેટલી શાળાઓમાં સુવિધાઓનો અભાવ છે અને કેટલીક શાળાઓમાં પૂરતી વ્યવસ્થા નથી તે અંગેની જિલ્લા પ્રમાણેની માહિતી તૈયાર કરી કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કોર્ટે કર્યો છે. નોંધનીય છે કે, અત્યારે 37 જેટલી શાળાઓ જર્જરિત હાલતમાં હોવાનો અહેવાલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આ મામલે વધુ સુનાવણી 21 જૂનના રોજ હાથ ધરવામાં આવશે.