સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, કલેક્ટર તથા ડેપ્યુટી કલેક્ટર નર્મદા જિલ્લા સામે અરજદાર અર્જુનસિંહ સોલંકી અને સહદેવસિંહ સોલંકી દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં જે જગ્યા ઉપર અમે એક પ્રતિમા હોટલ નામે એક ઢાબુ ચલાવી રહ્યા છીએ. આ જગ્યા તેમના પિતા રમેશભાઈ સોલંકીને 1979માં લીઝ પર આપવામાં આવી હતી. પિતા બાદ તેમના દ્વારા સમયસર ભાડું ભરવામાં આવ્યું છે.
આ જગ્યાએ કાયદેસરનું લાઈટ કનેક્શન લઈને તેનું નિયમિત સમયસર બીલ ભરીએ છીએ અને જરું તમામ લાઇસન્સ અને પરવાનગીઓ મેળવેલી છે. નિયમિત અને સમયસર તમામ ટેક્સ પણ ભરીએ છીએ. વૈકલ્પિક જગ્યા ફાળવાની માંગ સાથે દાખલ કરવામાં આવેલી રિટમાં દલીલ કરવામાં આવી હતી કે, અરજદાર પાસે આવકનો એકમાત્ર સ્ત્રોત તેમની માલિકીનું ઢાબું છે અને જો એ દુર કરવામાં આવે તો રોજી-રોટી છીનવાઈ શકે છે. જેથી રાજ્ય સરકારને અન્ય કોઈ વૈક્લિપક જગ્યા ફાળવવા દલીલ કરી હતી.