કાંકરિયા રાઈડ કેસ મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો - કાંકરિયા રાઈડ કેસ
અમદાવાદઃ કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં ડિસ્કવરી રાઈડ તુટવાથી બે લોકોના મોત થયા હતાં. જે કેસમાં ચાર્જશીટ દાખલ થતાં મુખ્ય સંચાલક ઘનશ્યામ પટેલ સહિત ત્રણ આરોપીઓ દ્વારા ફરીવાર હાઈકોર્ટમાં રિટ દાખલ કરાતા જસ્ટીસ એ.જે દેસાઈએ આ મુદે રાજ્ય સરકારને નોટીસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 15મી નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.
trr
આ કેસના તમામ 6 આરોપીઓ દ્વારા હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે, હાઈકોર્ટે ચાર્જશીટ દાખલ કર્યા બાદ જામીન માટે અરજી દાખલ કરવાનો આદેશ કરતા 3 આરોપીઓ દ્વારા અરજી પરત ખેંચી લેવામાં આવી હતી. આ કેસના અન્ય 3 આરોપીઓના હાઈકોર્ટે જામીન મંજુર કર્યા હતાં. હાઈકોર્ટે અગાઉ ડિસ્કવરી રાઈડમાં કર્મચારી અને ઓપરેટર તરીકે કામ કરતા 3 આરોપીઓના જામીન મંજુર કર્યા હતાં. જ્યારે આ કેસના મુખ્ય આરોપીઓની જામીન અરજી હાઈકોર્ટમાં હાલ પેન્ડિંગ છે.