ગુજરાત

gujarat

ETV Bharat / city

કોલસા ઉત્પાદન માટેની એકમાત્ર ગૌચરનો ઉપયોગ કરતા હાઈકોર્ટે સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો - latestgujaratinews

અમદાવાદ: ભાવનગર થર્મલ પાવર પ્લાન્ટના વીજ ઉત્પાદન માટે ઘોઘલા તાલુકાના બડી ગામમાં આવેલી એક માત્ર ગોચરની જગ્યા કોલસા ખનન માટે આપી છે. ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહતિની અરજી દાખલ કરાતા ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને એ.જે.દેસાઈની ખંડપીઠે રાજ્ય સરકાર, રિવન્યુ વિભાગ, ખાણ અને ખનન વિભાગ સહિત તમામ પક્ષકારોને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 9મી જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.

અમદાવાદ
ahmedabad

By

Published : Dec 12, 2019, 10:29 PM IST

અરજદાર બડી ગ્રામ પંચાયત દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં દલીલ કરવામાં આવી છે કે, વીજ ઉત્પાદન માટે સરકારે ગામમાં આવેલી એકમાત્ર ગૌચરની જગ્યા ખનન માટે આપી દીધી છે. ઢોરને ચરવા માટે સરકાર દ્વારા બીજી કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. સરકાર વીજ ઉત્પાદનના જાહેરહિતને ધ્યાનમાં રાખીને ગૌચરની જમીન લઈ લેવા મુદ્દે જાહેરહિત દેખાતું નથી. અરજદારે માગ કરવામાં આવી છે કે, ખનન માટે આપેલી જગ્યા પર કામકાજ તાત્કાલીક ધોરણે અટકાવવામાં આવે.

હાઈકોર્ટે સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો

અરજદારે દલીલ કરવામાં આવી છે કે, ગૈચરની જમીન ડોક્ટોરોઈન ઓફ પબ્લિક ટ્ર્સ્ટ હેઠળ સુરક્ષિત હોવાથી તેને ખાનગી બાબતો માટે ઉપયોગ કરી શકાય નહીં. આ સમગ્ર કેસની વિગત છે કે, ભાવનગર એનરજી કંપની દ્વારા સ્થાપવામાં આવેલા થર્મલ પાવર પ્લાન્ટને કોલસો પુરો પાડવા ખનન માટે ગોગલા તાલુકાના બડી અને હોડીદાદ ગામની કુલ 77 હેકટર જમીનનો ઉપયોગ કરવામાં આવતા ગામના સરપંચ અને સભ્યો દ્વારા હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details