ગુજરાત

gujarat

ETV Bharat / city

હાઇકોર્ટે ફાયરસેફ્ટી મામલે AMCની ઝાટકણી કાઢી, કહ્યું- કોર્ટ આદેશ કરે ત્યારે જ પગલાં લેવાઈ છે

ગુજરાત હાઈકોર્ટમાં મંગળવારે રાજ્યમાં ફાયરસેફ્ટીને લઈને સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે કોર્પોરેશનને ટકોર કરી હતી કે, BU પરમિશન નહીં ધરાવતી હોસ્પિટલને વિગતો રજૂ કરવા માટે નિર્દેશ આપવામાં આવે. તેમજ વધુમાં કોર્ટે ટકોર કરતા જણાવ્યું હતું કે, જો ફાયર NOC નથી તો દર્દીઓને દાખલ કેમ કરવામાં આવી રહ્યા છે? આ ઉપરાંત, કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે અત્યાર સુધી ફાયર સેફટી માટે કોર્પોરેશને શું કર્યું અને કોર્ટે આદેશ કરે ત્યારબાદ જ પગલાં લેવામાં આવે છે.

હાઇકોર્ટે AMCની ઝાટકણી કાઢી, કહ્યું- કોર્ટ આદેશ કરે ત્યારે જ પગલાં લેવાઈ છે
હાઇકોર્ટે AMCની ઝાટકણી કાઢી, કહ્યું- કોર્ટ આદેશ કરે ત્યારે જ પગલાં લેવાઈ છે

By

Published : May 25, 2021, 8:22 PM IST

  • ગુજરાત હાઇકોર્ટમાં ફાયરસેફ્ટીને લઇને સુનાવણી
  • હાઈકોર્ટનો સરકારને સવાલ, અત્યાર સુધી સેફટી માટે શું કર્યું ?
  • કોર્ટે આદેશ બાદ જ પગલાં લેવાયા આવે છે: કોર્ટ

અમદાવાદ: ભૂતકાળમાં શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલમાં આગના ગંભીર બનાવોના કારણે મંગળવારે ગુજરાત હાઇકોર્ટમાં ફાયરસેફ્ટીને લઇ સુનાવણી યોજાઈ હતી. આવનારા 3 દિવસમાં 44 હોસ્પિટલને BU પરમિશન અને ફાયર NOC ન હોવાથી તેને સીલ કરવામાં આવી છે. ત્યારે, આ 44 હોસ્પિટલ તરફથી અરજદારે કોર્ટમાં તેઓને રાહત આપવામાં આવે એ માટે અરજી કરી હતી. પરંતુ, કોર્ટે આ બાબત સામે આકરું વલણ અપનાવી અરજદારને કહ્યું હતું કે તમારી જોડે પૂરતી મંજૂરી નથી તો શા માટે દર્દીઓને દાખલ કરો છો ? આ ઉપરાંત, નામદાર કોર્ટે ફાયર NOC અને BU પરમિશન ન હોય તો સીલ કરવા માટેનો આદેશ ફેબ્રુઆરી સુધી આપ્યો હતો. પરંતુ, કામગીરી ન થતા 3 મહિનામાં તમે શું કર્યું ? નિયમોનું પાલન કરાવવું પડશે એવો કોર્પોરેશનને આદેશ કર્યો હતો.

આ પણ વાંચો:અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગી

સુનાવણી દરમિયાન AMCએ શું કહ્યું?

સુનાવણી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યું હતું કે, કેટલીક હોસ્પિટલને કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે. જેમાં, દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત, કેટલીક હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આથી, બધા જ નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે અને ફાયર બ્રિગેડ દ્વારા વિવિધ ઇમારતોની ચકાસણી કરી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જ્યાં, ફાયર NOC ન હોય તેમને નોટિસ પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો:આંધ્ર પ્રદેશના HPCL કેમ્પસમાં લાગી ભીષણ આગ

ABOUT THE AUTHOR

...view details