ગુજરાત

gujarat

ETV Bharat / city

હાઇવે પ્રોજેક્ટમાં આદેશ છતાં હજી સુધી વળતર ન ચુકવતા અધિકારીઓ સામે હાઇકોર્ટની લાલ આંખ - highway project

જામનગરથી શરૂ થતા સ્ટેટ હાઇવે પ્રોજેકટ માટે સંપાદિત કરાયેલી જમીનનું વળતર ચૂકવવાના કેસમાં ગુજરાત રાજ્યના અધિકારીઓ સામે હાઇકોરટે લાલ આંખ કરી હતી. રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અથવા તો એડિશનલ ચીફ સેક્રેટરીને હાઈકોર્ટમાં હાજર રહેવા માટે કોર્ટે આદેશ કર્યો હતો.Body:જામનગરથી શરુ થતા સ્ટેટ હાઇવેમાં જામીન સંપાદનમાં વળતર ન ચુકવતા કોર્ટ નારાજ

હાઇવે પ્રોજેક્ટમાં આદેશ છતાં હજી સુધી વળતર ન ચુકવતા અધિકારીઓ સામે હાઇકોર્ટની લાલ આંખ
હાઇવે પ્રોજેક્ટમાં આદેશ છતાં હજી સુધી વળતર ન ચુકવતા અધિકારીઓ સામે હાઇકોર્ટની લાલ આંખ

By

Published : Aug 23, 2021, 11:01 PM IST

  • જામનગરથી શરુ થતા સ્ટેટ હાઇવેમાં જામીન સંપાદનમાં વળતર ન ચુકવતા કોર્ટ નારાજ
  • અધિકારીઓને કોર્ટમાં હાજર થઇ જવાબ રજૂ કરવા આદેશ
  • 2018માં આદેશ છતાં કેમ વળતર ન ચુકવાયું ?

અમદાવાદ: જામનગરથી શરૂ થતા સ્ટેટ હાઇવે પ્રોજેકટ માટે સંપાદિત કરાયેલી જમીનનું વળતર ચૂકવવાના કેસમાં ગુજરાત રાજ્યના અધિકારીઓ સામે હાઇકોરટે લાલ આંખ કરી હતી. રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અથવા તો એડિશનલ ચીફ સેક્રેટરીને હાઈકોર્ટમાં હાજર રહેવા માટે કોર્ટે આદેશ કર્યો હતો.

હાઇવે પ્રોજેક્ટમાં આદેશ છતાં હજી સુધી વળતર ન ચુકવતા અધિકારીઓ સામે હાઇકોર્ટની લાલ આંખ
હાઇકોર્ટે આ મુદ્દે ઓર્ડરમાં જણાવ્યું હતું કે એક વળતર ચૂકવવામાં આટલો વિલંબ કેમ લાગી રહ્યો છે? જે રકમ વળતર સ્વરૂપે આપવાની છે તેનું વ્યાજ બેંકના વ્યાજ કરતા પણ વધારે છે . કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે કે અધિકારીઓ કોર્ટ સમક્ષ આવે ત્યારે ખુલાસો લઈને આવે કે વળતરના રૂપિયા ચુકવવામાં વિલંબ કેમ થયો છે. વધુમાં કોર્ટે જણાવ્યું હતું કે વળતરના નાણાં ચુકવવામાં વિલંબ થતાં પ્રજાની મહેનતના ટેક્સના રૂપિયાનો દુર્વ્યય થઈ રહ્યો છે. અને 2018 માં સંબંધિત કોર્ટે વળતરનો આદેશ કર્યો હોવા છતાંય રકમ ચૂકવવામાં વિલંબ કેમ થઇ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details