લવ જેહાદના કાયદા બાબતે હાઇકોર્ટ નો મહત્વ પૂર્ણ વચગાળાનો હુકમ
કાયદામાં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે ફરમાવ્યો મનાઇ હુકમ
આંતર ધર્મીય લગ્નના કિસ્સાઓમાં માત્ર લગ્નના આધાર પર FIR થઈ શકશે નહીં
લવ જેહાદના કાયદા બાબતે હાઇકોર્ટ નો મહત્વ પૂર્ણ વચગાળાનો હુકમ
કાયદામાં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે ફરમાવ્યો મનાઇ હુકમ
આંતર ધર્મીય લગ્નના કિસ્સાઓમાં માત્ર લગ્નના આધાર પર FIR થઈ શકશે નહીં
અમદાવાદ: લવ જેહાદના કાયદાને લઈ હાઈકોર્ટે ગુરુવારે મહત્વપૂર્ણ વચગાળાનો હુકમ કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, ગુજરાત ધર્મ સ્વતંત્રતા કાયદાની કલમ 3, 4, 5 અને, 6 માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર મનાઈ હુકમ ઠરાવવામાં આવે છે. આ મુદ્દે કોર્ટમાં અરજી કરનારા અરજદાર મુજાહિદ નફિસે મીડિયાને જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ધર્મ સ્વતંત્રતા બિલ કે જેને તેઓએ ખોટી રીતે લવ જેહાદના કાયદા તરીકે ઓળખાવ્યું છે. તેની સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેનું મુખ્ય આધાર ભારતના બંધારણમાં અપાયેલા વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર, પસંદગીનો અધિકાર અને ધર્મ સ્વતંત્રતાનો અધિકાર છે. રાજ્ય સરકારે પસાર કરેલા બિલમાં સંપૂર્ણ રીતે આ ત્રણેય સ્વતંત્રતાનો ભંગ થતો હતો. આ બિલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, કોઈપણ બે ધર્મના લોકોએ લગ્ન કરવા હોય તો તેની માટે કલેક્ટરની મંજૂરી લેવી અનિવાર્ય છે પરંતુ બે પુખ્ત વયની વ્યક્તિઓ કયો ધર્મ પાળશે, કોની સાથે લગ્ન કરશે ? તેની સ્વતંત્રતા પહેલાથી જ બંધારણમાં આપવામાં આવેલી છે. પ્રસ્તુત કાયદો આ સ્વતંત્રતાનો ભંગ કરતો હતો તેથી આ કાયદાને અમે પડકાર્યો હતો.
આ પણ વાંચો:ડરાવી, લાલચ આપી લગ્ન કરી ધર્મ પરિવર્તન કરાવનારાઓને જ કાયદાથી ડરવાની જરૂર : એડવોકેટ જનરલ
ધર્મ સ્વતંત્રતા સંશોધન કાયદાની ચાર કલમો પર લગાવી રોક
ગુજરાત હાઇકોર્ટે ગુરુવારે લવ જેહાદના કાયદા ઉપર વચગાળાનો નિર્ણય આપતા ટેટ ની કલમ 3, 4, 5 અને 6 ઉપર રોક લગાવી હતી. તેથી હવે આંતરધર્મીય લગ્નના કિસ્સામાં માત્ર લગ્નના આધાર ઉપર ફરિયાદ દાખલ થઇ શકશે નહી. કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે કે, પીડિતના સગા સંબંધીઓ કે જેમની સાથે તેના બ્લડ રિલેશન છે તેઓ પણ ફરિયાદ કરી શકે છે. હવે ફરિયાદ કરવા માટે બળજબરી, દબાણ, લોભ, લાલચ આપીને લગ્ન થયા છે તેવું સાબિત કરવું અનિવાર્ય કરવામાં આવ્યું છે. અગાઉ સુનાવણી વખતે સરકારે રાજ્ય સરકારને નોટિસ આપી ખુલાસો કરવા જણાવ્યું હતું. કોર્ટે સરકારને પ્રશ્ન કર્યો હતો કે, કોઈ લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કરે તો શું તે પણ ગુનો છે ? જેના જવાબમાં એડવોકેટ જનરલે કોર્ટમાં જણાવ્યું હતું કે, ધર્મ સ્વતંત્રતાના કાયદાની જોગવાઇઓનો અર્થઘટન અરજદાર જે રીતે કરી રહ્યા છે તે સાચું નથી. આ કેસમાં કાયદા મુજબ DSP કક્ષાના અધિકારી તપાસ કરતા હોય છે તેથી કંઈ ખોટું થવાની સંભાવના નહિવત્ છે.