ગુજરાત

gujarat

ETV Bharat / city

હાઈકોર્ટે વિપુલ ચૌધરીના જામીન ફગાવી દેતાં હવે જેલમાં રહીને લડશે દૂધસાગર ડેરીની ચૂંટણી - Election of Dudhsagar Dairy

મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેણે કારણ બતાવતા લખ્યું હતું કે, દૂધસાગર ડેરીની આગામી ચુંટણી માટે પ્રચાર પ્રસારનો સમય મળી રહે, તેના માટે વચગાળાના જામીન માટે અરજી કરી હતી. વિપુલ ચૌધરીએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, આગામી ચુટણીમાં તેમનું ડિસ્ક્વોલિફિકેશન થયું નથી માટે તેમને ઈન્ટરીમ બેલ આપવામાં આવે.

હાઈકોર્ટે વિપુલ ચૌધરીના જામીન ફગાવ્યાં
હાઈકોર્ટે વિપુલ ચૌધરીના જામીન ફગાવ્યાં

By

Published : Jan 1, 2021, 8:10 PM IST

  • હાઈકોર્ટે વિપુલ ચૌધરીના જામીન નામંજૂર કર્યાં
  • મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન છે વિપુલ ચૌધરી
  • હવે જેલમાં રહીને દૂધસાગર ડેરીની ચૂંટણી ચૂંટણી લડશે વિપુલ પટેલ

અમદાવાદ: મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેણે કારણ બતાવતા લખ્યું હતું કે, દૂધસાગર ડેરીની આગામી ચુંટણી માટે પ્રચાર પ્રસારનો સમય મળી રહે, તેના માટે વચગાળાના જામીન માટે અરજી કરી હતી. વિપુલ ચૌધરીએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, આગામી ચુટણીમાં તેમનું ડિસ્ક્વોલિફિકેશન થયું નથી માટે તેમને ઈન્ટરીમ બેલ આપવામાં આવે.

સરકારી વકીલે જામીન અરજી ફગાવવા દલીલ કરી

સરકારી વકીલ દ્વારા તે સમયે દલીલ કરવામાં આવી હતી કે, CID ક્રાઈમની તપાસ અગત્યના મોડ પર હોવાથી જો વિપુલ ચૌધરીને જામીન આપવામાં આવે તો, તે ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોચાડી શકે તેમ હોવાથી તેમની જામીન અરજીને ફગાવી દેવી જોઈએ. બાદમાં હાઈકોર્ટે બંને પક્ષની દલીલ સાંભળીને વિપુલ ચૌધરીના જામીન નામંજૂર કર્યા હતા. જેથી હવે વિપુલ ચૌધરી જેલમાં રહીને જ દૂધસાગર ડેરીની ચૂંટણી લડશે.

5 જાન્યુઆરી સુધી માગ્યા હતા જામીન

ઉલ્લેખનીય છે કે, વિપુલ ચૌધરીના વકીલે 5 જાન્યુઆરી સુધીના હંગામી જામીન માગ્યા હતા. ચૂંટણી પ્રચાર અને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા વિપુલ ચૌધરીને હંગામી જામીન પર મુક્ત કરવા માગણી કરી હતી. વિપુલ ચૌધરીને ચૂંટણીમાં ભાગ લેતા રોકવા સરકારનો પ્રયાસ હોવાની દલીલ વિપુલ ચૌધરીના વકીલે કરી હતી. વિપુલ ચૌધરીએ કહ્યું કે, ચૂંટણી લડવી એ મારો અધિકાર છે. હું ગેરલાયક ઉમેદવાર નથી. જેથી મને કાયદેસર રીતે ચૂંટણી લડવાની યોગ્ય તક મળવી જોઈએ. કોર્ટ કડક શરતો સાથે હંગામી જામીન આપે એવી રજૂઆત વિપુલ ચૌધરી વતી તેના વકીલે કરી હતી. જોકે, સરકારે હંગામી જામીન આપવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. વિપુલ ચૌધરી વગદાર વ્યક્તિ હોવાથી મતદારો પર દબાણ કરી શકે છે તેવી રજૂઆત સરકારી વકીલ મિતેષ અમીને કરી હતી.

ABOUT THE AUTHOR

...view details