ભરૂચ કેમિકલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે આરોપીના આગોતરા જામીન ફગાવ્યાં - ગુજરાત હાઈકોર્ટ
આંધ્ર પ્રદેશના વિશાખપટ્ટનમમાં કેમિકલ ફેકટરીમાં થયેલા બ્લાસ્ટમાં મોટી સંખ્યામાં મોતને ભેટ્યાં હતાં તેવી જ રીતે કર્મચારીઓની બેદરકારીને લીધે ભરૂચના લાખી ગામે આવેલી કેમિકલ ફેકટરીમાં ઝેરી કેમિકલ ભળી જવાના કારણે 10 કર્મચારીઓના મોત કેસમાં ગુજરાત હાઈકોર્ટે આરોપીના આગોતરા જામીન ફગાવી દીધા છે. હાઈકોર્ટે નોંધ્યું કે આરોપી અને તેની કંપનીને સ્થિતિની જાણ હોવા છતાં 24 કલાક સુધી તેના પર કાબૂ મેળવવાનો કોઈ જ પ્રયાસ કર્યો નહીં અને પરિણામે બ્લાસ્ટ થયો.
ભરૂચ કેમિકલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે આરોપીના આગોતરા જામીન ફગાવ્યાં
અમદાવાદઃ હાઈકોર્ટે નોંધ્યું કે કંપનીના માલિક અને અન્ય કર્મચારીઓની માનવીય ભૂલના કારણે બે ઝેરી કેમિકલ DMS અને નૈટ્રિક એસિડ એકબીજાની ટેન્કરમાંથી ભળી ગયા હોવાથી બ્લાસ્ટ અથવા કેમિકલ રિએક્શન થઈ શકે છે તેવું જાણતાં હોવા છતાં 24 કલાક સુધી તેને ન્યુટરલ કે અટકાવવા માટે કોઈ પગલાં ન લેતાં બ્લાસ્ટ થયો જેમાં 10 લોકોના મોત નિપજ્યાં. જેથી આ ગુનામાં અરજદાર આરોપી અટલબિહારી મંડલની બેદરકારીને લીધે તેને આગોતરા જામીન આપી શકાય નહીં.