ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ રથયાત્રા પર અસમંજસઃ લોકો વિના 3 રથની રથયાત્રા કાઢવાની અરજી હાઇકોર્ટે ફગાવી - કોમી-એકતા

કોરોના મહામારીને લીધે ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદમાં 143મી રથયાત્રા કાઢવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, ત્યારે હિન્દુ યુવા વહિની દ્વારા ભગવાનના ત્રણ રથને મંદિરની બહાર કાઢી સૌથી નાના રૂટ પર લોકોની હાજરી વગર રથયાત્રા યોજવાની માંગ સાથે દાખલ કરાયેલી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. નોંધનીય છે કે, આ આદેશની સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે. જો કે, આજે સુપ્રીમ કોર્ટે પુરીની જગન્નાથ રથયાત્રા યોજવા માટે શરતી મંજૂરી આપી છે.

High Court rejected the application to 3 raths without people rathyatra
રથયાત્ર પર અસમંજસ

By

Published : Jun 22, 2020, 7:16 PM IST

અમદાવાદઃ કોરોના મહામારીને લીધે ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદમાં 143મી રથયાત્રા યોજવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, ત્યારે હિન્દુ યુવા વહિની દ્વારા ભગવાનના ત્રણ રથને મંદિરની બહાર કાઢી સૌથી નાના રૂટ પર લોકોની હાજરી વગર રથયાત્રા કાઢવાની માંગ સાથે દાખલ કરાયેલી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. નોંધનીય છે કે, આ આદેશની સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે. જો કે, આજે સુપ્રીમ કોર્ટે પુરીની જગન્નાથ રથયાત્રા કાઢવા માટે શરતી મંજૂરી આપી છે.

હિન્દુ યુવા વાહિની દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે, અમદાવાદમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ વચ્ચે પણ પાછલા 142 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા કરવામાં આવી હતી, ત્યારે શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાનમાં રાખીને કોર્ટ ભગવાન જગન્નાથના ત્રણ રથને મંદિર બહાર કાઢી સૌથી નાના રૂટથી લોકોની હાજરી વગર રથયાત્રા યોજવાની પરવાનગી આપવી જોઈએ. રથયાત્રા યોજામાં નહીં આવે તો બંધારણના અનુચ્છેદ-25 કે, જેમાં ધાર્મિક લાગણીની વાત કરવામાં આવી છે, તેનું ઉલ્લંઘન થશે.

હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, આખું વર્ષ શ્રદ્ધાળુ વીડિયો જોઈ મંદિરમાં ભગવાનના દર્શન કરે છે, ત્યારે અષાઢી બીજના દિવસે ભગવાન પોતે બહાર નીકળી નગર ચર્ચા કરે છે. જેથી કરીને શ્રદ્ધાળુઓની લાગણીને માન આપી કોર્ટ ત્રણ રથને મંદિરની બહાર કાઢવાની મંજૂરી આપે. રથયાત્રા માત્ર ધાર્મિક તહેવાર નહીં, પરંતુ કોમી-એકતાની મિશાલ પણ છે. જેમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ચાંદીના રથ આપવામાં આવે છે.

નોંધનીય છે કે, 20મી જૂનના રોજ ગુજરાત હાઈકોર્ટે કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અને સુપ્રીમ કોર્ટના પુરી જગન્નાથ મંદિરના ચૂકાદાને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં રથયાત્રા યોજવા પર પ્રતિબંધ લાદ્યો હતો. જો કે, હવે સુપ્રીમ કોર્ટે પુરીની જગન્નાથ રથયાત્રા કાઢવા માટે શરતી મંજૂરી આપી છે. મહત્વનું છે કે, વર્ષ 1878માં મહંત નરસિંહદાસજી દ્વારા સૌપ્રથમ રથયાત્રા કાઢવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details