- એસપી સ્વામી અને ઘનશ્યામસ્વામી તડીપારનો મામલો
- બોટાદ પ્રશાસને કરેલો તડીપારનો હુકમ રદ કરતી હાઈકોર્ટ
- સ્વામિનારાયણ સંપ્રદાયના બે જૂથ વચ્ચે વિવાદનો મામલો
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના (High court ) નિર્ણય અંગે એસપી સ્વામીએ મીડિયાને જણાવ્યું હતું કે કોર્ટના આદેશમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરકારી તંત્રએ પાવરનો ગેરવાજબી ઉપયોગ કરી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાલી રહેલા બે જૂથના વિવાદમાં (Gadhda Gopinathji Dev Mandir Trust Dispute) એકતરફી વલણ અપનાવી તેની સત્તાનો દુરુપયોગ કર્યો છે.
ગઢડા સ્વામિનારાયણ મંદિરની પક્ષાપક્ષીનો વિવાદ
બોટાદ જિલ્લા પ્રશાસન તરફથી નિર્ણય લેવા બદલ અને પોલીસના દબાણમાં આવીને કામગીરી કરવા બદલ હાઈકોર્ટે પોતાના હુકમમાં વિવિધ અવલોકન કર્યાં હતા.એસપી સ્વામીએ મીડિયાને જણાવ્યું હતું કે નાયબ કલેકટરે કરેલા તડીપારના આદેશને અયોગ્ય ઠરાવી તડીપારનો ઓર્ડર કોઈપણ સંજોગોમાં ટકી શકે તેમ નથી તેવું જણાવી ઓર્ડર નામંજૂર કરી રદ કરવામાં આવ્યો હતો. ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટની (Gadhda Gopinathji Dev Mandir Trust Dispute) વહીવટી ચૂંટણીમાં દેવપક્ષના હરજીવનદાસજી દ્વારા 13000 બિનસત્સંગીના નામો મતદાર યાદીમાં ખોટી રીતે ઉમેરી દેવામાં આવ્યાં હતાં. તેમજ મતગણતરી નિયમો વિરુદ્ધ ખોટી રીતે કરવામાં આવ્યાં હતાં. મહત્વનું છે કે અગાઉ માર્ચ 2021માં કોર્ટે આ મામલે સ્ટે આપ્યો હતો.
મારા જેવા સાધુઓ બતાવશે કે દારૂ ક્યાં ક્યાં વેચાય છે