ગુજરાત

gujarat

ETV Bharat / city

2018ના વિવાદાસ્પદ GRની કેટલીક જોગવાઈ હાઈકોર્ટે રદ કરી

વર્ષ 2019માં GPSC દ્વારા લેવાયેલી PIની ભરતીમાં જે ઠરાવને લીધે અનામતનો વિવાદ સર્જાયો હતો, તે ઠરાવ મુદ્દે મંગળવારે ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચે 1 ઓગસ્ટ 2018 ઠરાવની કેટલીક જોગવાઈ રદ જાહેર કરી છે. આ સાથે જ હાઈકોર્ટે વિવાદાસ્પદ ઠરાવની જોગવાઈ નંબર 12 અને 13ને માન્ય રાખી છે.

ETV BHARAT
2018ના વિવાદાસ્પદ GRની કેટલીક જોગવાઈ હાઈકોર્ટે રદ કરી

By

Published : Sep 1, 2020, 9:50 PM IST

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે 1 ઓગસ્ટ 2018ના ઠરાવની કેટલીક જોગવાઈઓને રદ જાહેર કરી છે, જ્યારે ઠરાવની 12 અને 13 નંબરની જોગવાઈને પડકારતી અપીલ અરજીને માન્ય રાખી છે. આ કેસની વધુ સુનાવણી માટે GPSC દ્વારા પણ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

હાઈકોર્ટે આપેલા ચુકાદામાં રાજ્યમાં અનામતની અમલવારી અને જોગવાઇઓના પાલન માટે માર્ગદર્શિકા જાહેર કરી અને સીધી લીટીની અનામતની અમલવારી કરવા સમજણ આપી છે. હાઈકોર્ટે આપેલા ચુકાદામાં 7 સ્ટેપમાં અનામતની જોગવાઇઓની અમલવારી કરવા સૂચન કર્યું કે, જો 100 બેઠકો પરની ભરતી હોય તો સીધી લીટીની મહિલા અનામત માટેનો દાખલો આપવો. 100 બેઠકો પર ઓપન કેટેગરીમાં 17 મહિલાઓ, અનુસૂચિત જાતિમાં 4 મહિલાઓ અને અનુસૂચિત જનજાતિમાં 6 મહિલાઓ અને SEBCમાં 7 મહિલાઓ માટે અનામત રાખવી.

2018ના વિવાદાસ્પદ GRની કેટલીક જોગવાઈ હાઈકોર્ટે રદ કરી

મહિલાઓ માટેની ૩૩ ટકા મહિલા અનામત જે તે કેટેગરીમાં પૂર્ણ કરવા મહિલાઓની સંખ્યા ખૂટતી હોય તો મેરિટ લિસ્ટમાં જે તે કેટેગરીમાં પુરુષ ઉમેદવારની કેટલીક સંખ્યા ઘટાડી ત્યાં મહિલાઓનો સમાવેશ કરવો.

ABOUT THE AUTHOR

...view details