ગુજરાત

gujarat

ETV Bharat / city

નિત્યાનંદ આશ્રમમાં બળજબરીથી રખાયેલા બાળકોના નામ અરજદાર આપે: હાઇકોર્ટ - વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન

અમદાવાદ: હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલો શમવાનું નામ ન લઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આશ્રમમાં રહેતા સગીર વયના બાળકના પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં રિટ દાખલ કરતા મંગળવારે જસ્ટિસ એસ.એચ વોરાએ અરજદારને પિટિશનમાં બહાર ન જવા દેવનારા બાળકોના નામ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. જે મુદ્દે સરકારી વકીલ 29મી નવેમ્બર સુધીમાં સોગંદનામું રજૂ કરશે.

હાઇકોર્ટ
હાઇકોર્ટ

By

Published : Nov 26, 2019, 10:30 PM IST

સરકારી વકીલ મિતેષ અમીને દલીલ કરી હતી કે, અરજદારના તમામ આક્ષેપ ખોટા છે. આશ્રમમાં કુલ 32 બાળકો હતા જે પૈકી 2 બાળકોને તેમના માતા-પિતા લઈ જતા હવે 30 બાળકો રહ્યાં છે. માતા-પિતાને પોતાના બાળકને લઈ જવા કે આશ્રમમાં રાખવા મુદ્દે સ્વૈચ્છિક છે અને પોલીસ દ્વારા કોઈ જ પ્રકારનો પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. બાળકોના નિવેદન પોલીસ અને CWC દ્વારા લેવમાં આવ્યા હોવાની સરકારી વકીલે સ્પષ્ટતા કરી હતી.

અરજદારે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રજુઆત કરવામાં આવી છે કે, તપાસના નામે સ્થાનિક પોલીસે તેમના બાળકોને આશ્રમમાં ગોંધી રાખ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. અરજદારનો આક્ષેપ છે કે, તપાસના નામે પોલીસ બાળકોને અશ્લીલ ક્લિપ બતાવી રહી છે. વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRની તપાસ સ્વતંત્ર અને તટસ્થ તપાસ સંસ્થાને આપવામાં આવે તેવી માંગણી કરી છે. હાલના તપાસ અધિકારી નિત્યાનંદ આશ્રમમાં ભણતા બાળકો સામે કોઈ સખત કાર્યવાહી ન કરે અને અભદ્ર વર્તન ન કરે તે માટે કોર્ટ જરૂરી નિર્દેશ જારી કરે તેવી પણ માંગ અરજી કરવામાં આવી છે.

પોલીસ તરફથી પોર્નોગ્રાફિક મટિરિયલ્સ બતાવી અને હેરાન ન કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. જ્યારે જસ્ટીસ એસ.આર બ્રહ્મભટ્ટની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચમાં જનાર્ધન શર્માની હેબિયસ કોર્પસ રિટની સંભાળવમાં આવશે.

ABOUT THE AUTHOR

...view details