ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / city

હાઈકોર્ટનો આદેશઃ વડોદરામાં ઓડી કાર રેલી કેસમાં સંડોવાયેલા પોલીસકર્મી સામે પગલાં લો - કાર રેલી

વડોદરામાં હત્યાનો આરોપી જામીન પર છૂટ્યાં બાદ ઓડી કારમાં જાહેર રોડ પર લગભગ 6 કીમી જેટલી રેલી યોજવાના કેસમાં બુધવારે હાઈકોર્ટે જો કોઈ પોલીસ કર્મી સીધી કે આડકતરી રીતે સંડોવાયેલા હોય તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. હાઈકોર્ટે નોંધ્યું કે ફરજ પર હાજર પોલીસકર્મીઓએ આરોપી સામે તાત્કાલિક પગલાં લેવાની જરૂર હતી.

હાઈકોર્ટનો આદેશઃ વડોદરામાં ઓડી કાર રેલી કેસમાં સંડોવાયેલા પોલીસકર્મી સામે પગલાં લો
હાઈકોર્ટનો આદેશઃ વડોદરામાં ઓડી કાર રેલી કેસમાં સંડોવાયેલા પોલીસકર્મી સામે પગલાં લો
author img

By

Published : Jul 15, 2020, 3:13 PM IST

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ડિવિઝન બેંચે આ સમગ્ર બનાવને ધૃણાસ્પદ ગણાવ્યો હતો. વડોદરા સ્થિત કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાાર્થી સુયા સહાય દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં કારનો વાઈરલ વીડિયોના આધારે દાખલ કરી હતી. કોઈ વાહનને તેની કારને ઓવરટેક કરતાં આરોપી સૂરજ કહારની એક યુવક સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારપછી હત્યાના ગુના હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી.

in article image
હાઈકોર્ટનો આદેશઃ વડોદરામાં ઓડી કાર રેલી કેસમાં સંડોવાયેલા પોલીસકર્મી સામે પગલાં લો
આ મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, આરોપી કહાર વિરુદ્ધ પાસા લગાડવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા તેના જામીન રદ કરવા માટે પણ અરજી કરવામાં આવી છે. હાઇકોર્ટે કોઈ પોલીસકર્મી આમાં સંડોવાયેલાં છે કે કેમ એ અંગેની તપાસ કરવાનો રાજ્ય સરકારને આદેશ કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે જો કોઈ પોલીસકર્મી સંડોવાયેલો હોય તો તેની સામે આકરા પગલાં લેવામાં આવે.
હાઈકોર્ટનો આદેશઃ વડોદરામાં ઓડી કાર રેલી કેસમાં સંડોવાયેલા પોલીસકર્મી સામે પગલાં લો

અરજદારે કોર્ટમાં રજૂઆત કરી છે કે આરોપી સૂરજ કહારે સિનિયર પોલીસ અધિકારી પાસેથી મૃતકની માતાને સેટલમેન્ટ કરવા દબાણ ઉભું કરાયું હતું. હાઈકોર્ટે મૃતકના પરિવારજનોને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય અને ધમકી ન મળે એ મુદ્દે રાજ્ય સરકારને પગલાં લેવાના આદેશ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details