અમદાવાદગુજરાતના પવિત્ર આસ્થા ધામ ચોટીલા પર રોપ વે બનાવવાનો વિવાદ ફરી એકવાર હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આ સમગ્ર મામલે ચામુંડા માતાજીના ટ્રસ્ટ દ્વારા હાઇકોર્ટમાં રિટ પિટિશન (Writ Petition in High Court) કરવામાં આવી છે. જેમાં સરકાર દ્વારા કંપનીને કોન્ટ્રાક્ટની મંજૂરી આપવા માટે થઈને ટ્રસ્ટીઓ દ્વારા વાંધો ઉઠાવવામાં આવતા સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે.
શું છે સમગ્ર મામલોઆ કેસમાં તો ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ (Chamunda Mataji Dungar Trust) તરફથી હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જેમાં સરકાર દ્વારા મેસર્સ માર્સ લિ. કંપનીને કોન્ટ્રાકટ આપતા પહેલા કોઈ જરૂરી કાર્યવાહી ન કરતા અરજદાર દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે. અરજદાર દ્વારાહાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, કોઈપણ કંપનીને કોન્ટ્રાક્ટ માટેની મંજૂરી આપતા પહેલા કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. જેમાં ટેન્ડરિંગ, જાહેર હરાજી, અને જાહેર નોટીસ પણ સરકારે બહાર પાડવાની હોય છે, પરંતુ એવી કોઈ પણ પ્રક્રિયા કર્યા સિવાય કોન્ટ્રાક્ટરની ફાળવણી પ્રતિવાદી કંપનીને સોંપી દેવાની તજવીજ ચાલી રહી છે. આ પ્રક્રિયા કાયદાથી સદંતર વિપરીત હોવાથી તેને રદ કરવી જોઈએ.