ગુજરાત

gujarat

ETV Bharat / city

Nithyananda Ashram Controversy : ગુમ થયેલી બંને યુવતીઓના દસ્તાવેજો રજૂ કરવા જ પડશે, HCનો આદેશ - Nithyananda Ashram Controversy case

નિત્યાનંદ આશ્રમમાંથી (Nithyananda Ashram Controversy) બે યુવતી જે ગુમ થઈ હતી તેને લઈને નવો વળાંક આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન અરજદારના વકીલ નિવેદન અને પોલીસને ગુમ થયેલી યુવતીઓને લઈને કોર્ટે દસ્તાવેજો રજૂ કરવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત બંને યુવતીઓ પર શંકાઓનો વાદળો ઘેરાઈ રહ્યા છે.

Nithyananda Ashram Controversy : ગુમ થયેલી બંને યુવતીઓના દસ્તાવેજો રજૂ કરવા જ પડશે, HCનો આદેશ
Nithyananda Ashram Controversy : ગુમ થયેલી બંને યુવતીઓના દસ્તાવેજો રજૂ કરવા જ પડશે, HCનો આદેશ

By

Published : May 3, 2022, 11:33 AM IST

અમદાવાદ : આનંદ આશ્રમની બાજુમાં જે બંને યુવતીઓ ગુમ (Missing Girl from Nithyananda Ashram) થઈ હતી. તેમાં એક નવો જ વળાંક આવ્યો છે. હાથીજણના નિત્યાનંદ આશ્રમમાંથી બે યુવતી જે ગુમ થઈ હતી તેને લઇ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન અરજદારના વકીલ દ્વારા એક મહત્વનું નિવેદન કરવામાં આવ્યું છે કે, આ કેસ સંબંધિત એક જે જરૂરી દસ્તાવેજ હતો તે ગુમ થયો છે. વર્ષ 2020માં જમૈકા સરકારે સંબંધિત (Nithyananda Ashram Case) પોલીસ અધિકારીઓને એક લેટર લખ્યો હતો. જે લેટર રેકોર્ડ પર લાવવામાં નથી આવ્યો, તેવી રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો :છતરપુરમાં યુવતીએ કલેક્ટરની સામે નસ કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો

પત્ર હજુ સુધી રેકોર્ડ પર નહી - અરજદારના વકીલે જણાવ્યું હતું કે, વર્ષ 2020માં (Nithyananda Ashram Controversy) અમેરિકાની સરકારે સંબંધિત પોલીસ અધિકારીઓને એક પત્ર લખ્યો હતો. જેમાં એવી શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે, ગુમ થનાર બંને યુવતીઓ દેહ વ્યાપાર માટે લાવવામાં આવી હોઈ શકે, જેથી આ બાબતે તપાસ કરવામાં આવે. જોકે આ પત્ર હજુ સુધી રેકોર્ડ પર લેવામાં નથી આવ્યો છે તે બાબત નોંધનીય છે.

આ પણ વાંચો :Grishma Murder Case Hearing: ગ્રીષ્માની હત્યા પહેલાં ફેનીલે એવું તે શું જોયું હતું? વકીલે કર્યો ખુલાસો

દસ્તાવેજને લઈને કોર્ટનો હુકમ - આ સમગ્ર બાબતને લઈને કોર્ટે કહ્યું કે, આગામી સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ આ પત્ર મૂકવામાં આવે. તેમજ કોર્ટે પોલીસને આ કેસ સંબંધિત જેટલા પણ દસ્તાવેજ હોય તે રજુ કરવા (HC on Nithyananda Ashram) હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, બંને ગુમ થયેલી યુવતીઓ હજી સુધી હાઇકોર્ટ સમક્ષ હાજર થઈ નથી. હાઇકોર્ટના ઘણી વાર નિર્દેશ આપ્યા છતાં પણ બંને યુવતીઓ હાજર નહીં થવાના કારણે ઘણા પ્રકારની શંકાઓ સેવાઈ રહી છે. જો કે આ મામલે વધુ સુનાવણી 4 મેના રોજ હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details