ગુજરાત

gujarat

ETV Bharat / city

એડવોકેટ સુનાવણી દરમિયાન સિગરેટ પીતા હાઈકોર્ટે 10 હજારનો દંડ ફટકાર્યો - Gujarat High Court

કોરોના મહામારી દરમિયાન ગુજરાત હાઇકોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ચાલુ સુનાવણીએ સિગારેટ પીતા કોર્ટે તેની સામે 10 દિવસમાં કાર્યવાહી કરવાનો રજિસ્ટ્રારને આદેશ કર્યો છે, તેમજ 10 હજાર રૂપિયા દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

Gujarat High Court
સુનાવણી દરમિયાન એડવોકેટ સિગારેટ પીતા હાઈકોર્ટે 10 હજારનો દંડ ફટકાર્યો

By

Published : Sep 24, 2020, 10:53 PM IST

અમદાવાદઃ કોરોના મહામારી દરમિયાન ગુજરાત હાઇકોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાત હાઈકોર્ટે તમામ વકીલોને કોર્ટની ગરિમાને શોભે એ રીતે વર્તન કરવાનો નિર્દેશ કર્યો છે. તેમ છતાં એડવોકેટ જે.વી. અજમેરા વીડિયો કોન્ફરેન્સથી ચાલી રહેલી કોર્ટની સુનાવણી દરમિયાન કારમાં બેઠા બેઠા સિગરેટ પીતા નજરે ચડ્યા હતા, જેથી કોર્ટે તેમની ભારે ટીકા કરી છે.

સુનાવણી દરમિયાન એડવોકેટ સિગારેટ પીતા હાઈકોર્ટે 10 હજારનો દંડ ફટકાર્યો

હાઇકોર્ટે રજીસ્ટ્રીને આ મુદ્દે દસ દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ કર્યો છે અને એડવોકેટને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને નકલ રવાના કરવાનો પણ હુકમ કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, આ પ્રકારનું વર્તન ચલાવી લેવાશે નહીં.

ABOUT THE AUTHOR

...view details