ગુજરાત

gujarat

ETV Bharat / city

હાઇકોર્ટ તરફથી હાર્દિક પટેલને મોટી રાહત, રાજ્ય બહાર જવાની મળી મંજૂરી

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને સેસન્સ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. નામદાર કોર્ટે હાર્દિક પટેલને ગુજરાત બહાર જવાની મંજૂરી આપી છે. હાર્દિક 8 માર્ચથી 22 માર્ચ સુધી ગુજરાત બહાર જઇ શકશે.

ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટ

By

Published : Mar 5, 2021, 10:51 PM IST

  • હાર્દિકને કોર્ટ તરફથી મળી રાહત
  • 15 દિવસ રાજકારણીય કારણોસર રાજ્ય બહાર જવાની મળી મંજૂરી
  • સેસન્સ કોર્ટે હાર્દિક પટેલની અરજી રાખી ગ્રાહ્ય

અમદાવાદ : રાજકારણીય કારણોસર વારંવાર બહાર જવાનું હોવાથી પરવાનગી સાથેની અપીલ કોર્ટમાં થઈ હતી. જેને નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી મંજૂરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પર રાજદ્રોહનો કેસ ચાલતો હોવાથી તેને કોર્ટે રાજ્ય બહાર ન જવાનો હુકમ કર્યો હતો. હાર્દિક પક્ષેથી રાજકારણીય કારણોસર વારંવાર દિલ્હી અને બીજી જગ્યાએ જવાનું હોવાથી કોર્ટમાં મંજૂરી લેવા અરજી કરવામાં આવી હતી. જેને ગ્રાહ્ય રાખી કોર્ટે 15 દિવસની મંજૂરી આપી હતી.

હાર્દિક કોર્ટમાં નિયમિત હાજર નથી રહેતો

હાર્દિક પટેલ મુદ્દતે કોર્ટમાં હાજર રહેવામાં બેદકારી દાખવે છે અને કેસની કાર્યવાહી વિલંબિત કરવા માટે અલગ અલગ ટેક્નિકનો ઉપયોગ કરતો હોય તેની પણ નોંધ કોર્ટ દ્વારા લેવામાં આવી હતી.

આ પણ વાંચો -હાર્દિક પટેલ દ્વારા કોર્ટમાં અરજી દાખલ, ગુજરાત બહાર જવાની માંગ કરી

કોંગ્રેસ વર્કિંગ કમિટીના પ્રમુખ હાર્દિક પટેલે ફરીવાર ગુજરાત બહાર જવા દેવાની માગ સાથે અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી છે. હાર્દિક પટેલે 12 સપ્તાહ સુધી ગુજરાત બહાર રહેવાની અને જવાની પરવાનગી માગી છે. આ મામલે 24મી સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો -કોર્ટે ગુજરાત બહાર જવા દેવાની હાર્દિક પટેલની અરજી ફગાવી

કોંગ્રેસ વર્કિંગ કમિટીના પ્રમુખ હાર્દિક પટેલે ફરીવાર ગુજરાત બહાર જવા દેવાની માગ સાથે દાખલ કરાયેલી અરજી અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. હાર્દિક પટેલે 12 સપ્તાહ સુધી ગુજરાત બહાર રહેવાની અને જવાની પરવાનગી માગી હતી.

આ પણ વાંચો -હાર્દિક પટેલની રાજ્ય બહાર જવા માટેની અરજી પર સુનાવણી, રાજ્ય સરકારને જવાબ રજુ કરવા કરાયો આદેશ

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ દ્વારા દાખલ કરાયેલી રાજ્યની બહાર જવા અંગેની અરજી અંગે શુક્રવારે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટે હાર્દિકની અરજીને લઈને સરકારને આગામી મુદ્દતે જવાબ રજુ કરવા માટે આદેશ કર્યો છે. સેશન્સ કોર્ટ દ્વારા અગાઉ હાર્દિકની રાજ્ય બહાર જવાની અરજીને ના મંજૂર કરવામાં આવી હતી, જેથી હાર્દિકે હાઇકોર્ટમાં મદદ માંગી છે.

આ પણ વાંચો -હાર્દિક પટેલને જામીનની શરતોમાં રાહત આપવાની અરજીનો ગુજરાત સરકારે વિરોધ કર્યો

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને જામીનની શરતોમાં રાહત આપવાની અરજીનો ગુજરાત સરકારે વિરોધ કર્યો છે. હાર્દિકે પોતાની અરજીમાં જામીનની હંગામી સ્થિતિને મુલતવી રાખવા વિનંતી કરી છે, જે તેમને ગુજરાતની બહાર જતા અટકાવે છે.

ABOUT THE AUTHOR

...view details