અમદાવાદ શહેરમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ સાબરમતી આશ્રમના રીડેવલપમેન્ટ(Gandhi Ashram Redevelopment)અંગેના પ્રોજેક્ટ સંદર્ભના રાજ્ય સરકારના ઠરાવ સામે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કરેલી જાહેરહિતની અરજીને હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે ફગાવી દીધી છે. ગાંધીઆશ્રમનાં રીડેવલોપમેન્ટને લીલીઝંડી આપી દીધી છે. છેલ્લા કેટલાય સમયથી ગાંધી આશ્રમમાં રિડેવલપમેન્ટનો વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે હવે આજે ગુજરાત હાઇકોર્ટે ગાંધી આશ્રમને રીડેવલપમેન્ટની લીલીઝંડી આપી(High Court approval for Gandhi Ashram redevelopment) દીધી છે.
પ્રોજેક્ટ પર રોક લગાવવા હાઈકોર્ટમાં અરજીઅગાઉ ગાંધી આશ્રમના (Gandhi Ashram)રી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર રોક લગાવવાહાઈકોર્ટમાં એક અરજી થઈ હતી. આ સાથે જ આદેશ આપતા ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો જે વિચાર છે અને તેના માટે જે ગવર્મેન્ટ કાઉન્સિલ બનાવવામાં આવી છે. તે મુખ્યત્વે ગાંધી વિચારોનું જતન વૈશ્વિક સ્તરે થાય અને તેનું પ્રચાર પસાર થાય તે માટેનો જ આ પ્લાન છે.
રીડેવલોપમેન્ટ કરવામાં આવશેગાંધી આશ્રમના મૂળ આશ્રમનું તો જતન થશે પરંતુ રીડેવલોપમેન્ટના લીધે એક સારું એવું લર્નિંગ પ્લેસ પણ બની રહેશે. જેથી વિશ્વ ફલક ઉપર જે ગાંધી વિચારો છે તેને ઉજાગર કરવામાં આવશે. આ સાથે જ હાઇકોર્ટે એ પણ નોંધ્યું છે, કે મૂળ ગાંધી આશ્રમની પાંચ એકરની જે જગ્યા છે ત્યાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નહીં આવે. પરંતુ આસપાસનો જે 55 એકરનો વિસ્તાર છે જ્યાં ઘણી ઇમારતો આવેલી છે. જે અત્યારે ખંડિત અવસ્થામાં છે તેને ગાંધીજી જ્યારે જીવિત હતા ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિમાં હતી અને કયા પ્રકારની કામગીરી ત્યાં થઈ રહી હતી. તેની ઝાંખી પણ મળી રહે તે પ્રકારનું રીડેવલોપમેન્ટ કરવામાં આવશે.