- ભુજના હમીરસર તળાવને લઇ ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો આદેશ
- હમીરસર તળાવની સલામતી કોઈ પણ સંજોગે કરવી પડશે
- તળાવ સુકાઈ ગયું હોય તો પણ તેને વોટર બોડી તરીકે સલામત રાખવી પડશે
અમદાવાદ: ભુજના પ્રાગસર લેકને લઇ ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી ઉપર હાઇકોર્ટમા આજે 8 ઓક્ટોબરેે સુનાવણી થઇ હતી. કોર્ટે આદેશ આપતા જણાવ્યું હતું કે, તળાવ સુકાઈ ગયુ હોય તો પણ તેને વોટર બોડી રહેવા દેવું પડશે અને કોઈ પણ કિંમતે આ વોટર બોડીની સલામતી કરવાની જવાબદારી સ્થાનિક સ્વરાજ સંસ્થાએ લેવી પડશે. આ સાથે લેક ઉપર રેન બસેરા અથવા ફિશ માર્કેટ શરુ કરવાના નગરપાલિકાના પ્રોજેક્ટ અહીં શરુ કરવા ઉપર કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો હતો.
આ પણ વાંચો: મંગળ ગ્રહના દક્ષિણ ધ્રુવ પરના તળાવ કદાચ ખરેખર નથી!