અમદાવાદ: વર્ષ 2013માં વસ્ત્રાપુર BMW હિટ એન્ડ રન કેસમાં આરોપી વિસ્મય શાહની સજાને ઓછી કરવાની માગ ફગાવતાં 6 સપ્તાહ સુધીમાં વિસ્મય શાહને પોલીસ સમક્ષ સરેન્ડર કરવાના આદેશને લંબાવવાની અરજી મંગળવારે હાઇકોર્ટે મંજૂર કરી દીધી છે. હાઇકોર્ટે કોરોના વાઈરસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિસ્મયને 5 મે સુધી પોલીસ સમક્ષ સરેન્ડર કરવાનો આદેશ કર્યો છે.
હાઈકોર્ટે કોરોનાની પરિસ્થિતિના કારણે વિસ્મય શાહની સરેન્ડર કરવાની તારીખ લંબાવી - અમદાવાદ
કોરોના લૉકડાઉનની સ્થિતિમાં અમદાવાદના ચકચારી હિટ એન્ડ રન કેસના દોષિત વિસ્મય શાહના જામીન લંબાવી આપવામાં આવ્યાં છે. હાઇકોર્ટે કોરોના વાઈરસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિસ્મયને 5 મે સુધી પોલીસ સમક્ષ સરેન્ડર કરવાનો આદેશ કર્યો છે.
![હાઈકોર્ટે કોરોનાની પરિસ્થિતિના કારણે વિસ્મય શાહની સરેન્ડર કરવાની તારીખ લંબાવી હાઈકોર્ટે કોરોનાની પરિસ્થિતિના કારણે વિસ્મય શાહની સરેન્ડર કરવાની તારીખ લંબાવી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6610414-thumbnail-3x2-vismaybail-7204960.jpg)
હાઇકોર્ટમાં વિસ્મય શાહ તરફે દાખલ રિટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, વિસ્મય શાહની હાઇકોર્ટે ફટકારેલી સજાને પડકારતી અરજીની હાલ પેન્ડિંગ છે તેમ કોઈ તારીખ દર્શાવવામાં આવી નથી ત્યારે વર્તમાન કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિસ્મયના પોલીસ સમક્ષ સરેન્ડર કરવાની તરીખ લંબાવવામાં આવે જેને હાઇકોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવી હતી.
હાઈકોર્ટમાં વિસ્મય શાહના વકીલ તરફે રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી તરફ બંને પીડિત પરિવારોને વળતર ચૂકવવામાં આવ્યું છે અને સમાજસેવા પણ કરી છે જેથી તેની સજા ઓછી કરવામાં આવે. આ મુદે બંને પીડિત પરિવાર વતી વકીલે દલીલ કરી હતી કે વળતરથી પીડિત પરિવારથી સંતોષ થયો પરતું કોર્ટને કઈ રીતે સંતોષ થઈ શકે. આરોપીના પરિવારે પીડિત પરિવારને વળતર ચૂકવ્યું હોવાથી સજા ઓછી ન થવી જોઈએ. હાઇકોર્ટે વિસ્મય શાહની સજાને ઓછી કરવાની માગ ફગાવી દીધી હતી.
હાઈકોર્ટ પીડિત પરિવારને ચૂકવવામાં આવેલું વળતર અને તેણે કાપેલી સજા સહિતના અનેક પાસાઓને ધ્યાનમાં રાખીને ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે અગાઉ પીડિત પરિવારો દ્વારા દાખલ કરાયેલી રિવિઝન એપ્લિકેશનનો પણ નિકાલ કર્યો છે.
અમદાવાદ સેસન્સ કોર્ટના 5 વર્ષની સજાના ચૂકાદા સામે વિસ્મય શાહ તરફે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રાજ્ય સરકાર તરફે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. વિસ્મય શાહ વિરૂધ ભયજનક રીતે વાહન ચલાવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે થયેલા અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે પીડિત પરિવારો અને વિસ્મય શાહ વચ્ચે સમાધાન પણ થઈ ચૂક્યું છે. વિસ્મય શાહ તરફે બંને પરિવારોને વળતર પણ ચૂકવાઈ ગયું છે અને હાઈકોર્ટના જામીન આદેશ પ્રમાણે વિસ્મયે સામાજિક સંસ્થાઓમાં સેવાના કાર્યો પણ કર્યા હતાં.