ગુજરાત

gujarat

ETV Bharat / city

Symbols of political parties : હેરિટેજ સિટી અમદાવાદમાં રહો છો? આખા શહેરની સુંદરતાને રાજકીય પક્ષોએ આમ ધમરોળી! - Ahmedabad Heritage City

અમદાવાદ શહેર સ્માર્ટ સિટી (Ahmedabad City Smart City) તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. દેશનું પ્રથમ હેરિટેજ શહેર (Heritage City Ahmedabad) હોવાથી કરોડોના ખર્ચે શહેરની જાહેર ઇમારતો પર પેઇન્ટિંગ્ઝ કરાવવામાં આવ્યાં છે.પરંતુ હાલમાં અમદાવાદ હેરિટેજ સિટી નહીં પરંતુ રાજકીય પાર્ટીના ચિત્રોનું (Symbols of political parties) શહેર બની ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ મુદ્દે રાજકીય પક્ષો બેકફૂટ પર બચાવનામું આપી રહ્યાં છે.

Symbols of political parties : હેરિટેજ સિટી અમદાવાદમાં રહો છો? આખા શહેરની સુંદરતાને રાજકીય પક્ષોએ આમ ધમરોળી!
Symbols of political parties : હેરિટેજ સિટી અમદાવાદમાં રહો છો? આખા શહેરની સુંદરતાને રાજકીય પક્ષોએ આમ ધમરોળી!

By

Published : Jul 22, 2022, 10:01 PM IST

અમદાવાદ - રાજકીય પક્ષોએ પોતાના ચૂંટણી ચિહ્નોથી (Symbols of political parties) અમદાવાદની શેરીઓ અને રસ્તાઓ ભરી દીધાં છે. અમદાવાદ મહાનગરપાલિકા ભલે લાખોકરોડો ખર્ચીને રસ્તાઓ અને પુલોની દીવાલો પર પેઇન્ટિંગ કરાવે છે. ત્યારે સવાલ એ છે કે પોતાના પક્ષપ્રચાર માટે રાજકીય પક્ષો શહેરની સુંદરતાનો ચહેરો કેમ બગાડી રહ્યા છે? આ પોસ્ટર વોરનો એક નમૂનો અમદાવાદમાં જીપીસીસી ખાતે જ જોવા મળી ગયો હતો જ્યાં કોંગ્રેસ કાર્યાલયની દીવાલો પર વીએચપીએ હજ હાઉસ ચીતરી દીધું હતું.

અમદાવાદ હેરિટેજ સિટી નહીં પરંતુ રાજકીય પાર્ટીના ચિત્રોનું શહેર બની ગયું

જ્યાં જૂઓ ત્યાં રાજકીય પાર્ટીના ચિહ્નની જાહેરાતોના ચિતરામણ- ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ચાલુ વર્ષના અંતમાં યોજાવા જઇ રહી છે. દરેક રાજકીય પાર્ટીઓએ તેની તૈયારી શરૂ દીધી છે. રાજકીય પક્ષો અમદાવાદ શહેરના જાહેર રસ્તા કે દીવાલો પર હેરિટેજના ચિત્રો (Heritage City Ahmedabad) નહીં, પરંતુ રાજકીય પાર્ટીના ચિહ્નની જાહેરાતથી ચિતરામણથી (Paintings on public buildings in the city ) ઢંકાઈ ગયું છે. માત્ર અમદાવાદ જ નહીં, પણ ગુજરાતના મોટાભાગના શહેરની આવી જ હાલત જોવા મળી રહી છે.અમદાવાદ હેરિટેજ સિટી નહીં પરંતુ રાજકીય પાર્ટીના ચિત્રોનું શહેર બની ગયું છે.

ભાજપ આચારસંહિતાનું પાલન કરે છે -ભાજપ પ્રવકતા યમલ વ્યાસ Etv bharat સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આચારસંહિતાનું પાલન કરે છે. શહેરમાં જે પણ કમળ દોરવામાં આવ્યા છે તે પાર્ટીના કાર્યકર્તાએ (Paintings on public buildings in the city ) દોરેલા છે. તેઓ લોકોની વચ્ચે જઈને કામ કરે છે. પાર્ટી દ્વારા તે માટે ખાનગી દીવાલો પર મંજૂરી લીધી છે પણ કોર્પોરેશન મંજૂરી (Symbols of political parties)લેવામાં આવી નથી.

આ પણ વાંચોઃ Nationalism in India: ભાજપ અને AAPમાંથી રાષ્ટ્રવાદી અને રાષ્ટ્રવિરોધી પાર્ટી કઈ?

જાહેર મિલકતને નુકશાન ન કરવું જોઈએ -કૉંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ Etv bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે જાહેર સંપત્તિનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. મારા માટે આવી રીતે દીવાલને નુકશાન ન કરવું જોઈએ. પહેલા સૂત્રો લખવામાં આવતા હતાં. પરંતુ ભાજપ સરકાર મશીનો ઉપયોગ કરવાનો બદલે ખાનગી કોન્ટ્રકટ ઉપયોગ કરીને આ નિશાનો (Symbols of political parties)દોરવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટીએ મંજૂરી માંગી પણ આપી નહીં- આમ આદમી પાર્ટીના પ્રવક્તા Etv Bharat સાથે વાત કરતા જણાવ્યુ હતું કે આ કે ચૂંટણી પ્રક્રિયા છે. દરેક રાજકીય પાર્ટી જગ્યાનો ઉપયોગ આવી રીતે કરે છે. મેટ્રો, પીલ્લર, અંડર બ્રિજ, ઓવરબ્રિજ કમળ દોરીને બેઠી છે. ક્યાં પણ બીજી રાજકીય પાર્ટી આવી રીતે ચિહ્નો ન દોરે તેવી રીતે દોર્યા છે. આમ આદમી પાર્ટીએ કોર્પોરેશન મંજૂરી માંગી હતી પણ આપી નથી.

આ પણ વાંચોઃ BJP Advertising On Government Wall: સરકારી દીવાલો પર પ્રચાર કરીને ખુદ ભાજપ સરકાર કરી રહી છે કાયદાનો ભંગ

આવનાર સમયમાં તમામ ચિહ્નો કાઢી નાખવામાં આવશે-અમદાવાદ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ Etv Bharat સાથે જણાવ્યું હતું કે ગુજરાત જયારે પણ ચૂંટણી આવે ત્યારે દરેક પાર્ટી આ રીતે પ્રચાર કરતી હોય છે. પણ હવે આવનાર સમયમાં તમામ પીલ્લર, બ્રિજની દીવાલ પર જે ચિહ્નો (Symbols of political parties)લગાવામાં આવ્યા છે તેને દૂર કરીને સુંદર કુદરતી દ્રશ્યો કે હેરિટેજના ચિત્રો (Paintings on public buildings in the city ) દોરવામાં આવશે.

આવી રીતે રાજકીય ચિત્રો ન દોરવા જોઇએ-રાજકીય વિશ્લેશક જયવંત પંડ્યાએ Etv bharat સાથે વાત જણાવ્યું હતું કે એક બાજુ ભારતના વડાપ્રધાન સ્વચ્છતાની વાત કરે છે. ત્યારે આવા રાજકીય ચિત્રો (Symbols of political parties) દોરવા કેટલા યોગ્ય છે?. દરેક રાજકીય પાર્ટીએ આ રીતે દીવાલો બગાડી (Paintings on public buildings in the city ) રાજકીય ચિહ્નો ન દોરવા જોઈએ. હાલના આધુનિક સમયમાં રેલી, સમાચાર, પ્રિન્ટ મીડિયા,સોશિયલ મીડિયા ખૂબ સુંદર માધ્યમ છે. તેનો ઉપયોગ કરવો જોઈએ. પહેલા આવી ટેકનોલોજી ના હોવાથી દીવાલનો ઉપયોગ કરવામાં આવતો હતો, પણ આજના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ.

સરકારી પ્રોપટીનો આવી રીતે ઉપયોગ ન કરવો જોઈએ- રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલે Etv bharat વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ફરી રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે. શરૂઆત ભાજપે કરી હતી. તેમને દરેક દીવાલ પર કમળ દોરી નાખ્યાં ત્યાંર બાદ અન્ય રાજકીય પાર્ટીએ તેમની આજુબાજુ પોતાના રાજકીય ચિહ્નો દોર્યા (Paintings on public buildings in the city ) છે. આવી રીતે શહેરની મોટાભાગના બ્રિજ અને દીવાલો રાજકીય પાર્ટીના ચિહ્નો (Symbols of political parties) રંગાયેલી જોવા મળે છે. આજના આધુનિક સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ.

ABOUT THE AUTHOR

...view details