અમદાવાદ: નાના ધંધાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ દ્વારા હેલ્પ ડેસ્ક શરૂ કરાયું - જથ્થાબંધ અને છૂટક વેપારી
લોકડાઉનને કારણે તમામ વેપારધંધાને આર્થિક રીતે અસર પડી છે ત્યારે ઘણા નાના ધંધાર્થી ભાગી પડ્યાં છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા આજથી હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નાનાં ધંધાર્થીઓ પોતાના પ્રશ્નો રજૂ કરે તો તેમને કોંગ્રેસ દ્વારા વાચા આપવામાં આવશે.
![અમદાવાદ: નાના ધંધાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ દ્વારા હેલ્પ ડેસ્ક શરૂ કરાયું અમદાવાદ: નાનાં ધંધાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ દ્વારા હેલ્પ ડેસ્ક શરૂ કરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9034349-thumbnail-3x2-help-desk-7204015.jpg)
અમદાવાદ: નાનાં ધંધાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ દ્વારા હેલ્પ ડેસ્ક શરૂ કરાયું
અમદાવાદઃ ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસના પ્રમુખ ડૉ. શશી થરૂર દ્વારા MSME, WHOLESALE AND RETAILER TRADERS ના પ્રશ્નોને વાચા આપવા હેલ્પ ડેસ્કનો ડિજિટલ શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને AIIC ના ગુજરાત પ્રમુખ કૈલાશદાન ગઢવી ઉપસ્થિત રહ્યાં હતાં.
નાનાં ધંધાર્થીઓ પોતાના પ્રશ્નો રજૂ કરે તો તેમને કોંગ્રેસ દ્વારા વાચા આપવામાં આવશે