અમદાવાદ : ગુજરાતમાં નોંધાયેલા 5804 કોરોના પોઝિટિવ કેસોમાંથી અમદાવાદમાં જ સૌથી વધુ 4076 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં કુલ મૃત્યુઆંક 319 છે. તેમાંથી ફક્ત અમદાવાદના 234 છે. એટલે કે કેસ અને મૃત્યુ બંનેની દ્રષ્ટિએ પૂરા રાજ્યમાં અમદાવાદ 80% હિસ્સો ધરાવે છે.પરંતુ તેમ છતાં લોકોમાં સ્વયંશિસ્ત જોવા મળતી નથી.
લોકડાઉન હોવા છતાં સુભાષબ્રિજ પર ટ્રાફિક
અમદાવાદ શહેર કોરોના વાઈરસના જબરદસ્ત સંક્રમણથી પીડિત છે. શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. તેથી પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાંથી અવર-જવર રોકવા માટે શહેર પોલીસ દ્વારા સાબરમતી નદી પરના કુલ નવ બ્રિજમાંથી છ બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. પરંતુ તેમ છતાં સુભાષ બ્રિજ અને એલિસ બ્રિજ જે ખુલ્લા છે, ત્યાં ટ્રાફિક થાય છે.
લોકડાઉન હોવા છતાં સુભાષબ્રિજ પર ટ્રાફિક
પોલીસ પણ બ્રિજના બંને બાજુ તેમને રોકવાનો પ્રયત્ન કરે છે. પરંતુ કેટલાય લોકો પોલીસ સામે નકામી દલીલો કરતા હોય છે. બપોરે પોલીસ દ્વારા પણ બ્રિજ પરની અવરજવર પર ઢીલાશ મૂકી દેવામાં આવે છે.
અગાઉના લોકડાઉન કરતાં ત્રીજા લોકડાઉનમાં રોડ ઉપર વધુ ટ્રાફિક જોવા મળી રહ્યો છે. તો કેટલાક મહત્વના પોઇન્ટ જે પોલીસ માટે ફાળવવામાં આવ્યા છે. ત્યાં બપોર થતાંની સાથે જ પોલીસ પણ જોવા મળતી નથી.