ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં ધોધમાર વરસાદ- મનપાના પ્રીમોન્સૂન કામગીરીના દવાઓની ખુલી પડી પોલ - gujarat rain news

ઓડિસા અને આંધ્રપ્રદેશમાં ગઈકાલે સાંજે ગુલાબ સાઈકલોન કિનારા સાથે અથડાતા આજે ગુજરાતના સુરત અમદાવાદમાં પણ તેની અસર વર્તાઇ હતી. અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેથી ઠેર-ઠેર પાણી ભરાયા અને તેમાં વાહનો ફસાયા હોવાની તસ્વીરો સામે આવી હતી. મનપાના દ્વારા પ્રીમોન્સૂન કામગીરીના દવાઓની પોલ ખુલી પડી હતી.

અમદાવાદમાં ધોધમાર વરસાદ- મનપાના પ્રીમોન્સૂન કામગીરીના દવાઓની ખુલી પડી પોલ
અમદાવાદમાં ધોધમાર વરસાદ- મનપાના પ્રીમોન્સૂન કામગીરીના દવાઓની ખુલી પડી પોલ

By

Published : Sep 27, 2021, 1:54 PM IST

  • અમદાવાદમાં ગુલાબ ચક્રવાતની અસર વર્તાઈ
  • સવારથી જ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો
  • ઠેર-ઠેર પાણી ભરતા વાહનચાલકો મુકાયા મુશ્કેલીમાં

અમદાવાદ: ઓડિસા અને આંધ્રપ્રદેશમાં ગઈકાલે સાંજે ગુલાબ સાઈકલોન કિનારા સાથે અથડાતા આજે ગુજરાત સુધી તેની અસર જોવા મળી હતી. આજે સવારે 10 વગેની આસપાસના સમયથી જ અમદાવાદમાં ભારે વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ વરસાદ સાયન્સ સીટી વિસ્તારમાં પડ્યો હતો. જ્યારે સૌથી ઓછો વરસાદ ઉત્તર વિસ્તારમાં પડ્યો.

અમદાવાદમાં ધોધમાર વરસાદ- મનપાના પ્રીમોન્સૂન કામગીરીના દવાઓની ખુલી પડી પોલ

આ પણ વાંચો:છોટા ઉદેપુર જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ સર્જાયો

પ્રિમોન્સૂન કામગીરીના નામે દાવાઓ કરતી મનપાના તમામ દાવાઓ પોકળ

આ વચ્ચે પ્રિમોન્સૂન કામગીરીના નામે દાવાઓ કરતી મનપાના તમામ દાવાઓ પોકળ સાબિત થયા હતા. ઠેર-ઠેર પાણી ભરાયા અને તેમાં વાહનો ફસાયા હોવાની તસ્વીરો સામે આવી હતી.

ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો?

અમદાવાદમાં પડેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં 1.56 ઇંચ વારસાદ ખાબક્યો હતો. જેમાં સાયન્સ સિટીમાં 1.61 ઇંચ, ચંદલોડિયામાં 2 ઇંચ જ્યારે બોડકદેવ અને ગોતામાં 1.30 ઇંચ વરસાદ પડ્યો હતો. આ સાથે પૂર્વ ઝોનમાં 0.02 ઇંચ, પશ્ચિમ ઝોનમાં 0.52 ઇંચ વરસાદ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 0.41 ઇંચ, મધ્ય ઝોનમાં 0.20 ઇંચ, દક્ષિણ ઝોનમાં 0.38 ઇંચ વરસાદ પડ્યો હતો. આમ અત્યાર સુધીનો સિઝનનો 26 ઇંચ વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો:જગતના તાત માથે ચિંતાના વાદળ ઘેરાયા

વરસાદની સાથે વાહનચાલકો મુશ્કેલીમાં

સામાન્ય વરસાદમાં પણ તંત્રની પોલ ખુલ્લી પડી હતી. ઠેર-ઠેર પાણી ભરવાના દ્રશ્યો સામે આવ્યા હતા. આ સાથે ભુવા પડવાના અને તેમાં વાહનો ફસાયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. શાસ્ત્રીનગર પાસે મુખ્ય રસ્તા પર ભુવો પડતા તેમાં ખુદ મનપાની જ BRTS બસ ખોટવાઈ હતી. BRTS અટવાતા રોડ પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details