અમદાવાદ: ગુજરાત સહિત સમગ્ર અમદાવાદ શહેરમાં વરસાદના શ્રીગણેશ થઈ ચૂક્યાં છે. આજે બપોરના ત્રણ વાગ્યાના સમયે અમદાવાદના આકાશમાં કાળાડિબાંગ વાદળો ચડી આવ્યાં હતાં, ધૂળની ડમરીઓ અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સમગ્ર અમદાવાદના અનેક વિસ્તારો જેમ કે નારોલ-નરોડા, નારણપુરા, વાડજ સેટેલાઈટ, યુનિવર્સિટી અને નવરંગપુરમાં ધોધમાર વરસાદ પડયો હતો.વરસાદના કારણે અનેક જગ્યાઓએ પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ છે. તો કેટલીક જગ્યાએ ટુ વ્હીલર વાહનચાલકોના પડવાની ઘટના પણ બની છે.
સમગ્ર ગુજરાત સહિત અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ - રેઇન
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી 15 જૂનથી ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાનું હતું. પરંતુ નિસર્ગ વાવાઝોડાની અસરને કારણે ગુજરાતમાં ચોમાસું વહેલું બેઠું છે.
સમગ્ર ગુજરાત સહિત અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ
આ વરસાદના કારણે ગુજરાતના ખેડૂતોએ ચોમાસુ વાવેતર કર્યું છે. તેઓમાં ચોક્કસ હર્ષની લાગણી ફેલાઈ છે જ્યારે અમદાવાદીઓને અસહ્ય તાપથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા છૂટકારો મળ્યો છે.