ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં ફરી વરસાદની આગાહી, આગામી 2 દિવસ સુધી પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ - અમદાવાદમાં ભારે વરસાદ

ગુજરાતમાં હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. આગામી બે દિવસ ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં ફરી વરસાદની આગાહી
રાજ્યમાં ફરી વરસાદની આગાહી

By

Published : Aug 30, 2020, 4:58 PM IST

અમદાવાદ: ગુજરાતમાં ફરીથી વરસાદની આગાહી હવામાન વિભાદ દ્વારા આપવામાં આવી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં મેઘરાજા ફરી મન મૂકીને વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, તેવી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં ફરી વરસાદની આગાહી

ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખી માછીમારોને દરિયો નહીં ખેડવા માટે પણ તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. મધ્યપ્રદેશ પર વેલમાર્ક લો-પ્રેશર સક્રિય હોવાને કારણે અમદાવાદમાં ઝરમર વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અરવલ્લી, પોરબંદર, દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

રાજ્યમાં ફરી વરસાદની આગાહી

આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર, અરવલ્લી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા, પાટણ જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જેને લઇને માછીમારેને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 110 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં ફરી વરસાદની આગાહી

ABOUT THE AUTHOR

...view details