અમદાવાદઃ રાજ્યમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે રાજ્યમાં સારો વરસાદ રહેવાની શક્યતા છે. અત્યાર સુધી રાજ્યમાં 41 ટકા વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી - હવામાન આગાહી
ગુજરાતમાં આવનારા દિવસોમાં તોફાની વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જયંત સરકારે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ થશે તે અંગે પણ માહિતી આપી હતી.
![ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી ETVBharat Gujarat Ahmadabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8220873-329-8220873-1596031984683.jpg)
ETVBharat Gujarat Ahmadabad
ગુજરાતમાં ભારે વરસાદની કરવામાં આવી આગાહી
ત્યારે ઓગસ્ટની શરૂઆતમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. ઉપરાંત દાદરા નગરહવેલી, ડાંગ, વલસાડ, દીવ અને નવસારીમાં પણ ભારે વરસાદ રહેશે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ 1થી 4 ઓગસ્ટ ભારે વરસાદની આગાહી કરાઇ છે. ભાવનગર, અમરેલી, દ્વારકા, પોરબંદર, ગીર-સોમનાથમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. અને અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાં રહેશે. હવામાન વિભાગ મુજબ 30-31 જુલાઇએ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે.