ગુજરાત

gujarat

ETV Bharat / city

મન મુકીને મેઘરાજા મહેરબાન, જાણો ક્યાં શહેરમાં કેટલો પડ્યો વરસાદ

અષાઢી બીજના દિવસે ગુજરાતમાં (Rainfall in Saurashtra) કેટલાક શહેરોમાં મેઘરાજા સવારી કરવા નીકળ્યા હતા. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, નવસારી, જુનાગઢમાં સારો વરસાદ નોંધયો છે. ત્યારે જૂઓ ક્યાં શહેરમાં (Rainfall Update in Gujarat) કેટલો વરસાદ પડ્યો.

Rainfall Update in Gujarat
Rainfall Update in Gujarat

By

Published : Jul 2, 2022, 1:35 PM IST

ન્યુઝ ડેસ્ક :ગઈકાલે રાજ્યાના કેટલાક શહેરોમાં અષાઢી બીજના (Ashadhi Bij 2022) દિવસે મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યના રાજકોટ, સાબરકાંઠા, બનાસકાંઠા, નવસારી, જુનાગઢ, વલસાડ, અંબાજીમાં મેઘરાજાએ અષાઠના આર્શિવાદ વરસાવ્યા હતા. રાજ્યના કેટલાક વિસ્તારો ભારે વરસાદના કારણે ક્યાંક વાહન-વ્યવહાર પણ ખોળવાયો હતો. તો બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જામ્યો હતો. રાજ્યમાં વરસાદના આગમનને લઈને બાળકના વરસાદમાં ઝુમવાનો કિલકિલાટ પણ સાંભળાવા મળ્યો હતા. ત્યારે ગઈકાલે રાજ્યમાં કેટલા વિસ્તારમાં મેઘરાજા વરસ્યા છે તે જોઈએ.

બનાસકાંઠામાં મેહુલ્યો - બનાસકાંઠા જિલ્લાના ડીસામાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આખોલ ચાર રસ્તા પાસે 50 દુકાન પાણીમાં ગરકાવ થયા હતા. દુકાનોમાં 4 થી 5 ફૂટ પાણી ઘૂસી જતા ભારે નુકસાન પણ થયું છે. કારીયાણા, ફુવારા, ઓટો પાર્ટ્સ, બેટરી અને ઇલેક્ટ્રોનિક દુકાનોમાં પાણી ઘૂસી હાલત કફોડી બની હતી. તો બીજી વરસાદના આગમનને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોમાં ખુશીની લહેર લાગી આવી હતી.

બનાસકાંઠામાં નદીઓ બની ગાંડીતૂર

સાબરકાંઠામાં મેઘરાજા - સાબરકાંઠા જિલ્લાની ખેરોજ પાસે આવેલી સાબરમતી (Rainfall in Gujarat) નદી બે કાંઠે વહેતી થઈ હતી. સાબરમતીમાં નદીમાં નવા નીર આવતા આસપાસના ખેડૂતોમાં ખુશીનો માહોલ ઝામ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓનાઓ બે કાંઠે થઈ હતી. આ ઉપરાંત રાત્રિ દરમિયાન જિલ્લાના ત્રણ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વિજયનગરની ચીઠોડા નદીમાં પણ આવ્યું પણ પુર આવ્યું હતું. જેમાં વિજયનગર, ખેડબ્રહ્મા અને પોશીનામાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેને પગલે ખેતરોમાં પાણી ભરાયા હતા.વિજયનગરની ચીઠોડા નદીમાં પણ આવ્યું પણ પુર આવ્યું હતું.

આ પણ વાંચો :અષાઢી બીજના શુકન : સૌરાષ્ટ્ર પંથક પર મેઘરાજા સવારી, ક્યાં કેટલો વરસાદ વરસ્યો જૂઓ

રાજકોટમાં વરસાદ - રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અષાઢી બીજના (Ashadhi Bij 2022) દિવસે મેઘરાજા મહેરબાન થયા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં રાત્રીના 8 વાગ્યા સુધી અડધાથી 5 ઇંચ સુધી વરસાદ 10 તાલુકામાં નોંધાયો છે. જેમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ લોધીકા તાલુકામાં નોંધાયો છે. જ્યારે એક માત્ર વિછીયા તાલુકામાં વરસાદ વરસ્યો જ નથી. રાજકોટ શહેરમાં 10 તાલુકામાં રાત્રે 8 વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદ - ઉપલેટા 06 mm, કોટડા સાંગાણી - 16 mm, ગોંડલ - 78 mm, જેતપુર - 50 mm, જસદણ - 07 mm, જામકંડોરણા - 37 mm, ધોરાજી - 39 mm, પડધરી - 02 mm, રાજકોટ શહેર - 40 mm, લોધીકા - 115 mm અને વિંછીયા - 00 mm નોંધાયો છે.

ગોંડલમાં ભારે વરસાદ

ગોંડલમાં વિદ્યાર્થીઓની બસ ફસાઈ - રાજકોટના ગોંડલમાં વિદ્યાર્થીઓની બસ ફસાઈ હતી અને ફસાયેલ બસનું રેસક્યું કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર પંથકની અંદર ગાજવીજ સાથે ઘણી જગ્યા ઉપર ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઇને ગોંડલમાં પણ ધોધમાર વરસાદ પડતા ગોંડલની અંદર લાલપુર અંડર બ્રિજ પાસે પાણી ભરાતા મારવાડી યુનિવર્સિટીની બસ પાણીમાં ફસાઈ ગઈ હોવાની વિગતો સામે આવી હતી.

રાજકોટમાં કાર તણાઈ

સુરતમાં વરસાદ -શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. તો છેલ્લા 24 કલાકમાં 10 ઈંચ વરસાદ (Heavy Rain in Surat) ખાબક્યો હતો. અહીં ગુરુવારે રાત્રે શરૂ થયેલો વરસાદ શુક્રવાર રાત સુધી ચાલુ રહ્યો હતો. આના કારણે શહેરના રસ્તાઓ તળાવ બની ગયા છે. જ્યારે ખાડીઓમાં તો પાણીનું સ્તર પર ખતરાની સપાટીએ (Water level at danger level) પહોંચી ગયું છે. અહીં સૌથી વધુ 12 ઈંચ વરસાદ વરાછા વિસ્તારમાં પડ્યો હતો. જ્યારે નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાયા હતા.

સુરતમાં વરસાદ

જુનાગઢમાં વરસાદ - જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તેમજ માંગરોળ પંથકમાં મોડી રાતથી વરસાદી માહોલ ચાલુ હતો. ચોરવાડ, ઝુજારપર, વિષણવેલ, સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મોડિ રાતથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો. સમઠિયાળા, ખોરાશા, બરુલા, જાનુડા, શાન્તિપરા વરસાદ વરસ્યો હતો. માળીયાના ઝડકા, ભડુરી, ગળોદર, રામવાવ પાટીયા, પાણીધ્રા પાટીયા તેમજ પીખોર, જુથળ, પાણીધ્રા, ગાગેચા, લાઠોદ્રા સારો વરસાદ નોંધાયો છે. માંગરોળના સકરાણા, વિરપુર, ચોટલી વિડી, લંબોરા, નવા - જુના કોટડા, સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ધરતી પુત્રમાં આનંદ ઉભરાયો છે.

જૂનાગઢમાં બન્યું સ્વર્ગ

વલસાડ સાંબેલાધાર વરસાદ -વલસાડમાં મુશળધાર મેધરાજા મહેરબાન થયાના સમાચાર સામે આવ્યા છે.શુક્રવારે મોડી રાત્રેથીવરસાદી માહોલ જામ્યો હતો. જીલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ હોવાના સમાચાર સામે આવ્યા છે. વલસાડમાં છેલ્લા 24 કલાકમાં વરસેલા (Rainfall Update in Gujarat) વરસાદની વાત કરીએ તો, ઉમરગામ 2.52 ઇંચ, કપરાડા 1.44 ઇંચ, ધરમપુર 2.2 ઇંચ, પારડી 4.32 ઇંચ, વાપી 4 ઇંચ, અને વલસાડમાં પણ 4.50 ઇંચ વરસાદ વરસ્યો છે. વલસાડમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ નજીક મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાયાં હતા. રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને આવન જાવન માટે ભારે હાલાકી પડી હતી.

અંબાજીમાં વરસાદનું વાતાવરણ -અંબાજીમાં ધમાકેદાર વરસાદનું આગમન થયું છે. રાત્રીના સમયે સારો વરસાદ ખાબક્યો હતો. બજારોમાં પાણી ભરાયા હતા. વરસાદ આવવાના ડરેથી કેટલાંક વેપારીઓએ પોતાના વેપાર ધંધા સંકેલી લીધા હતા. અંબાજી પંથકમાં સીઝનનો પહેલો મોટો વરસાદ વરસ્યો હતો. જેને લઈને અનેક વિસ્તારોની વિજળી થઇ ગુલ થઈ હતી. બજારોમાં ધસમસતા વહેતા પાણીએ નદીનું સ્વરૂપ ધારણ કર્યુ. જેને લઈને વાહનો પણ તણાયા હતા.

આ પણ વાંચો :સ્થળ ત્યાં જળ: 6 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર

નવસારીમાં વરસાદ -નવસારી જિલ્લામાં મેઘરાજાની બીજા દિવસે પણ ધમાકેદાર એન્ટ્રી થઈ છે. પરંતુ વરસાદી માહોલમાં શહેરમાં ભુવા પડવાની પરંપરા અકબંધ રહી છે. લુંસીકુઈ વિસ્તારમાં ફરીવાર ભુવો પડ્યો હતો. પાલિકાએ બેરીકેટિંગ કરીને રાહદારીઓ સાથે અકસ્માત ન થાય તેની તકેદારી લીધી છે. જલાલપુર રોડ, સ્ટેશન રોડ અને હવે લુન્સીકુંઈમાં ભુવો પડ્યો છે. ત્રણ મહિના અગાઉ પાલિકાએ અહી ખોદકામ કર્યું હતું. જેના પુરાણમાં બેદરકારી સામે આવી છે. નેશનલ હાઇવે નં. 48 પર મુંબઈ- અમદાવાદ રૂટ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો હતો.

ભાવનગરમાં વરસાદ -ભાવનગરમાં રથયાત્રાના શુભ દિવસે શહેરમાં વરસાદનું સારૂ આગમન થયું હતું. શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદમાં પણ રથયાત્રા નિલમબાગ પહોંચી હતી.

ABOUT THE AUTHOR

...view details