ગુજરાત

gujarat

ETV Bharat / city

'મહા'ની અસરઃ ઝડપી પવન સાથે ભારે વરસાદની શક્યતા, NDRF સ્ટેન્ડ બાય

અમદાવાદઃ મહા વાવાઝોડાની આગાહીના પગલે રાજ્ય વહીવટી તંત્ર હાલ સજ્જ થઇ ચૂક્યું છે. આ માટે ખાસ કરીને દરેક જિલ્લા કલેક્ટરની નજર હેઠળ ફાયર વિભાગ અને  NDRFની ટીમને પણ સ્ટેન્ડ બાય પર મૂકવામાં આવી છે. જે પ્રમાણે મહા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. તેમાં 60થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારેથી વરસાદ પડવાની સંભાવના છે. આ સમયે રેસ્ક્યુ કામગીરી અને આપતિ સામે પહોંચી વળવા ફાયર વિભાગના કર્મચારી અને અધિકારીઓની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે.

By

Published : Nov 5, 2019, 10:38 AM IST

Updated : Nov 5, 2019, 4:15 PM IST

cyclone

મહા નામનું વાવાઝોડું હાલ ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. હાલ "મહા" વાવાઝોડું વેરાવળથી 720 કિલો મીટર દૂર છે. જ્યારે દિવથી 770 કિલો મીટર દૂર છે. બીજી તરફ પોરબંદરથી 670 કિલો મીટર દૂર છે. જે પ્રમાણે વાવાઝોડું ગુજરાત તરફ રિકર્વ ગતિ શરૂ કરી રહ્યું છે.

'મહા'ની અસરઃ ઝડપી પવન સાથે ભારે વરસાદની શક્યતા, NDRF સ્ટેન્ડ બાય

ગુજરાતના દરિયાઈ તટ વિસ્તારમાં તેની મહદ અંશે અસર જોવા મળશે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની સાથે ભારેથી વરસાદ પડવાની આગાહી છે.ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી થાય અથવા તો બિલ્ડીંગ કોલરની આપત્તિના સમયે પહોંચી વળવા હાઇડ્રોલિક પાવર ટ્યુબની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે

Last Updated : Nov 5, 2019, 4:15 PM IST

ABOUT THE AUTHOR

...view details