ગુજરાત

gujarat

ETV Bharat / city

મેઘરાજા મહેરબાન, અમદાવાદના રંગભર્યા રસ્તાઓ થયાં પાણી પાણી - thundetstrome In ahemdabad

અમદાવાદ શહેરમાં ભારે ગરમી બાદ ગઈકાલે સાંજે અચાનક વાતાવરણમાં (heavy rain in ahemdabad) પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક (Gujarat rain update) પ્રસરી હતી.

મેઘરાજા મહેરબાન, અમદાવાદના રંગભર્યા રસ્તાઓ થયાં પાણી પાણી
મેઘરાજા મહેરબાન, અમદાવાદના રંગભર્યા રસ્તાઓ થયાં પાણી પાણી

By

Published : Jun 27, 2022, 2:31 PM IST

અમદાવાદ:ગઈકાલે દિવસભર ભારે ઉકળાટ બાદ અચાનક સાંજે વાતાવરણમાં પલટો આવ્યો (heavy rain in ahemdabad) હતો.અમદાવાદ શહેરના પાલડી,વાસણા, બોપલ,સાબરમતી,મેમનગર સરખેજ,જુહાપુરા સહિતના અનેક (Gujarat rain update) વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો.

અમદાવાદમાં પ્રથમ વરસાદમાં પાણી ભરાયા

આ પણ વાંચો:જૂનાગઢના માંગરોળને વરસાદે ધમરોળ્યું, ખેતરોમાં ફરી વળ્યા વરસાદી પાણી

ઠેર ઠેર વૃક્ષો ધારાશાહી થયા: શહેરમાં ગઈ કાલે સાંજે ભારે પવન ફુંકાયો (Gujarat weather update) હતો, જેના કારણે શહેરમાં 50થી પણ વધારે વિસ્તારમાં વૃક્ષો ધરાશયી થયા હતા. વૃક્ષો ધરાશાયી થતાં શહેરના અનેક રસ્તા બંધ કરવાની ફરજ પડી હતી. વૃક્ષો નીચે પાર્ક કરેલી ગાડીને ભારે નુકસાની (thundetstrome In ahemdabad) પહોંચી છે. વૃક્ષો ધરાશાયી થતાં ફાયર વિભાગની ટીમ દ્વારા વૃક્ષો ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

વેજલપુરમાં ભરાયા પાણી: શહેરમાં પડેલા ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલી મુકાયા હતા. અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વાહન ચાલકો ભારે હાલાકી સામનો કરવો પડી રહ્યો હતો. તેમજ રાયપુર પાસે કૉર્પોરેશન દ્વારા લગાવવામાં આવેલી બોર્ડ પણ તૂટીને રસ્તા પર પડી જતાં રસ્તો થોડાક સમય માટે બંધ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:સૌરાષ્ટ્ર બાદ ગુજરાત પહોંચી મેઘસવારી, હિંમતનગરમાં વરસાદ ઉપલેટામાં ઘરમાં પાણી ઘુસ્યા

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ભારે નુકશાન:અમદાવાદ શહેરની સાથે સાથે આજુ બાજુ આવેલા ગામડામાં ભારે નુકશાન થયું છે. જેમાં ખાસ કરીને સાણંદ તાલુકાના ઇયાવા,વાસણા, ખોડા,છારોડી,વિરોચનનગર સહિતના ગામડામાં ભારે પવનના કારણે વીજપોલ પડી જવાથી અનેક ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તેમજ બીજી બાજુ અનેક વૃક્ષો અને કાચા મકાનોને પણ નુકશાન થયું હોય તેવું જાણવા મળયું હતું.

ABOUT THE AUTHOR

...view details