ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં અતિભારે વરસાદની આગાહીથી ઓરેન્જ એલર્ટ, NDRF સ્ટેન્ડ બાય - ગુજરાત વરસાદના સમાચાર

સમગ્ર ગુજરાતમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઇ છે અને રવિવારે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટની આગાહી છે. દરિયો તોફાની બનતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આગામી 48 કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

By

Published : Aug 23, 2020, 1:37 PM IST

અમદાવાદ: સમગ્ર રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 90 ટકા વરસાદ પડ્યો છે. જો કે, એલર્ટને ધ્યાનમાં રાખી માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. દાહોદ, મહીસાગર, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ અને સુરતમાં પણ ભારે વરસાદ પડશે. તમામ જિલ્લા કલેક્ટરને પરિસ્થિતિ પર નજર રાખવાની સૂચના આપવામાં આવી છે, તો NDRFની વધુ કેટલીક ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details