ગુજરાત

gujarat

ETV Bharat / city

ધોલેરા ITIમાં વાવાઝોડાથી ભારે નુકસાની - tauktae cyclone live

ધોલેરા ITI ખાતે કોવિડ આઈશોલેશન વોર્ડ 25 બેડનો જ છે. નવા બનેલા ITI ખાતે વાવાઝોડાથી ભારે નુકસાન થયું છે. ત્યારે તાકીદે સર્વે થવું જોઈએ અને સમારકામ પણ તાકિદે કરવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

ધોલેરા ITIમાં વાવાઝોડાથી ભારે નુકસાની
ધોલેરા ITIમાં વાવાઝોડાથી ભારે નુકસાની

By

Published : May 21, 2021, 6:26 AM IST

  • વાવાઝોડાથી બારી બારણાના દરવાજા તૂટી ગયા છે
  • હવાને લીધે પંખાઓ પણ તૂટી ગયા
  • વાહન પાર્કિંગ માટેના પતરાનો શેડ ઉડી ગયો

અમદાવાદ:ધોલેરા તાલુકામાં મથકે નવા બનેલા ITI ખાતે વાવાઝોડાથી ભારે નુકસાન થયું છે. ITI વિભાગના આચાર્ય પ્રદીપસિંહ આર ચુડાસમાના જણાવ્યા પ્રમાણે વિનાશક વાવાઝોડાએ ITIના બારી બારણાના દરવાજા તોડી ફંગોળી દીધા છે. જેના કારણે ITIમાં નુકસાન થયું છે.

આ પણ વાંચો:કડી તાલુકામાં તૌકતે થી 8 પશુના મોત, 4 વિજપોલ-2 વૃક્ષ અને 2 મકાન ધરાશાયી

ધોલેરા ITI ખાતે કોવિડ આઈશોલેશન વોર્ડ 25 બેડનો જ છે

ધોલેરા ITI ખાતે કોવિડ આઈશોલેશન વોર્ડ 25 બેડનો જ છે. ત્યારે તાકીદે સર્વે થવું જોઈએ અને સમારકામ પણ તાકીદે કરવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. કેમકે, ધોલેરામાં વાવાઝોડાના બે દિવસ અગાઉ 12 જેટલા પોઝિટિવ કેસો એડમિટ થયા છે. તેવા સંજોગોમાં તાત્કાલિક ધોરણે સમારકામની જરૂરિયાત ઊભી થઇ છે. ધોલેરા ITIના આચાર્ય પ્રદીપસિંહ. આર. ચુડાસમાના મતે અહીં આઇસોલેશન વોર્ડ હોવાથી સમારકામની તાતી જરૂરિયાત છે. આઇસોલેશન વોર્ડ હોવાના કારણે ઝડપી પ્રક્રિયા હાથ ધરીને સહાય કરવામાં આવે તેવી માગ કરી છે.

આ પણ વાંચો:વાવાઝોડા બાદ અમદાવાદ એરપોર્ટ ફરી શરૂ કરાયું

ABOUT THE AUTHOR

...view details