ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતમાં આગામી 48 કલાક સુધી હીટ વેવની આગાહી - ahmedabad

અમદાવાદઃ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન હીટ વેવની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પોરબંદર, ગીર-સોમનાથ, સુરેન્દ્રનગર, ભાવનગર અને કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં સુરત તથા વલસાડમાં ગરમીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થશે.

File Photo

By

Published : Mar 26, 2019, 12:27 PM IST

હવામાન વિભાગે સત્તાવાર જાહેર કરેલા આંકડા મુજબ આજે ગરમીના પ્રમાણમાં વધારો થયો છે. હવામાન વિભાગેલોકોને સાવચેત રહેવા માટે જણાવ્યું છે.

concept image

ગુજરાતના મોટા શહેરોના તાપમાનમાં પણ દિન-પ્રતિદિન વધારો નોધાઇ રહ્યો છે. મંગળવારના આંકડા નીચે મુજબ છે.


ગુજરાતના મુખ્ય શહેરોમાં મહત્તમ તાપમાન

મહુવા 40.8 ડિગ્રી

અમરેલી 40 ડિગ્રી

વેરાવળ 39.8 ડિગ્રી

પોરબંદર 39.6 ડિગ્રી

સુરત 39.6 ડિગ્રી

રાજકોટ 39.5 ડિગ્રી

વલસાડ 39.4 ડિગ્રી

વડોદરા 39.2 ડિગ્રી

સુરેન્દ્રનગર 39.1 ડિગ્રી

ભૂજ 38.2 ડિગ્રી

અમદાવાદ 37.9 ડિગ્રી

ગાંધીનગર 37.2 ડિગ્રી

ABOUT THE AUTHOR

...view details