અમદાવાદ: કોરોના મહામારી બાદ જાહેર કરાયેલા લોકડાઉનને કારણે હાઈકોર્ટ સહિત તમામ કોર્ટમાં પર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મર્યાદિત કેસની સુણાવની હાથ ધરવામાં આવતી હતી, પરંતુ હવે બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટમાં દરરોજ બોર્ડમાં 10 કેસની ફિઝિકલ સુનાવણી અને સાથે જ વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી હાથ ધરવામાં આવશે. જેથી કરીને પેન્ડિંગ કેસનું ભારણ ઓછુ થઈ શકે. આ 10 કેસની ફિઝિકલ સુનાવણી હાથ ધરવામાં આવશે.
કઈ રીતે હાથ ધરાશે સુનાવણી...
બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટમાં વાદી અને પ્રતિવાદીના વકીલ, જજ અને ક્લાર્કને જ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે, જેથી કરીને પેન્ડિંગ કેસોનો નિકાલ થઈ શકે. આ મુદ્દે વાતચીત કરતા ગુજરાત કો-ઓપરેટીવ બાર એસસોશિયેશનના પ્રમુખ હિતેન્દ્ર શાહે જણાવ્યું હતું કે ઓનલાઈન સુનાવણીમાં ટેક્નિકલ ખામી અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી સમસ્યાને લીધે સરકારને મર્યાદિત લોકોની હાજરીમાં કોર્ટમાં સુનાવણી માટે માગ કરી હતી. જે રાજ્ય સરકાર મંજૂર કરતા હવે બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટમાં સુનાવણી શરૂ કરાશે.
નોંધનીય છે કે અમદાવાદની ઘણી નીચલી કોર્ટમાં હજૂ પણ લોકોને કોર્ટમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવતી નથી. માત્ર વકીલ અને જરૂરી લોકોને જ કોર્ટમાં પ્રવેશ આપવામાં આવે છે. આ તમામ નિણર્ય કોરોના સંક્રમણ અટકવવા માટે લેવામાં આવ્યા છે. રાજ્ય સરકારના નિર્દેશ પ્રમાણે સવારે 11 થી 2 વાગ્યે સુધીમાં બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટમાં સુનાવણી શરૂ કરાશે.