ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના સારવારમાં અભાવનું એક મોટું કારણ સરકારી આંકડા અને વાસ્તવિક સ્થિતિ વચ્ચેનું અંતર છે- ગુજરાત હાઇકોર્ટ - gujarat corona update

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતું જાય છે ત્યારે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિને લઇ ગુજરાત હાઇકોર્ટે 15 એપ્રિલે ફરીવાર સુનવણી કરી હતી. જેને લઈ એડિશનલ સોલિસિટર જનરલ દેવાંગ વ્યાસે ETV સાથે પોતાના વિચારો વહેંચ્યા હતા.

કોરોના
કોરોના

By

Published : Apr 15, 2021, 5:33 PM IST

  • કોરોના મુદ્દે હાઇકોર્ટમાં સરકારની કામગીરી ઉપર સુનવણી
  • ટેસ્ટિંગની સંખ્યા અને પરિણામોમાં ઝડપ લાવવા સુચન
  • આગામી સમયમાં હાઇકોર્ટ ઓર્ડર જાહેર કરશે

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની વકરતી જતી પરિસ્થિતિને લઇ ગુજરાત હાઇકોર્ટે 15 એપ્રિલે ફરીવાર સુનવણી કરી હતી. આ મુદ્દે સરકારે રાજ્યમાં કરેલા કેટલાક અવલોકનો ઉપર સરકારને વધુ સઘનતાથી કામગીરી કરવા જણાવ્યું હતું. નામદાર હાઇકોર્ટે સરકારે કોરોના સંદર્ભે કરેલી કામગીરી ઉપર જેવા કે બેડની ઉપલબ્ધતા, ઓક્સિજન, રેમડેસીવીર, સીટી સ્કેન, RT-PCR ટેસ્ટિંગ જેવા વિષયો ઉપર સવાલો કર્યા કર્યા હતા. અહીં કોર્ટે નોંધ્યું હતું કે, સુનવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારને ટીકા કરવાનો નહી પરંતુ આમ જનતાને સારી સુવિધા મળી રહે અને સમયસર સુવિધા મળી રહે તે માટે સરકાર શું કરી રહી છે અને ક્યાં તૃટીઓ રહી ગઇ છે તે જાણવાનો છે. વધુમાં હાઇકોર્ટ આગામી સમયમાં પોતાનો ઓર્ડર જાહેર કરશે.

એડિશનલ સોલિસિટર જનરલ દેવાંગ વ્યાસ

એડિશનલ સોલિસિટર જનરલ દેવાંગ વ્યાસે ETV ભારત સાથે કરી વાતચીત

હાઇકોર્ટમાં થયેલી સુનવણી મુદ્દે જણાવતા એડિશનલ સોલિસિટર જનરલ દેવાંગ વ્યાસે ETV ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલ બેડ, ઓક્સિજન, ટેસ્ટિંગ મુદ્દે સરકાર દ્વારા કઇ રીતે અને કેટલી કામગીરી કરવામાં આવી રહી છે તે મુદ્દે સુનવણી રાખવામાં આવી હતી. તેમજ જે સલાહ અને સુચનો નામદાર હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યા છે તેનું પાલન કેન્દ્ર અને રાજ્ય બન્ને મળીને કરશે. સુનવણીમાં કોર્ટે સૌથી વધુ ભાર RT-PCR ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવા અને તેના પરિણામો ઝડપથી આવે તે માટેના પ્રયાસો કરવા માટે સરકારને કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો:રેમડેસીવીર ઉપલબ્ધ કરાવવા હાઇકોર્ટની સરકારને તાકીદ, બે દિવસ બાદ ફરી સુનાવણી

બેડ અને ઓક્સિજન સપ્લાયની સુવિધા અગાઉથી ઉભી કરવી જોઇતી હતી

રાજ્યમાં બેડ અને ઓક્સિજન સપ્લાયમાં ઘટ ઉભી થઇ રહેલી સમસ્યા ઉપર હાઇકોર્ટમાં ચર્ચા થતા ચીફ જસ્ટિસ વિક્રમ નાથે સરકારને કહ્યું હતું કે, અગાઉથી જ સરકારે બેડ અને ઓક્સિજનની ઘટ ન સર્જાય તે માટે કામગીરી કરવાની હતી. આ મુદ્દે એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, ઓક્સિજનની ધટ ન સર્જાય તે માટે હાલ ચાર મહાનગરપાલિકમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ઉત્પાદિત થતા ઓક્સિજનનો સંપુર્ણ સ્ટોક માત્ર આરોગ્ય કેન્દ્ર માટે જ આરક્ષિત રાખવામાં આવ્યો છે, જેથી ઓક્સિજનની ધટ ન સર્જાય.

રેમડેવશીરના ઇન્જેક્શનની સાચી માહિતી આપો

રેમડેસીવીરના ઇન્જેક્શનની સર્જાતી ઘટને મામલે હાઇકોર્ટે નોંધ્યું હતું કે, રેમડેસીવીર કોણે ઉપયોગ કરવો, ક્યારે ઉપયોગ કરવો, તેના ઉપયોગના ફાયદા શું છે અને ગેરફાયદા શું છે તેની માહિતી લોકો સુધી પહોંચાડવી જોઇએ. આ ઉપરાંત સરકારે લોકોમાં વિશ્વાસ કેળવવા લોકોને જણાવવું જોઇએ કે, કેટલા લોકોને રેમડેસીવીર ઇન્જેક્શનની જરુર છે અને સરકાર પાસે કેટલા ઇન્જેક્શનની સુવિધા હાલ છે. તેની સામે સરકારનો મત મુકતા એડવોકેટ જનરલે કહ્યું હતું કે રેમડેવશીરનું ઉત્પાદન હાલ મર્યાદિત માત્રામાં જ થઇ રહ્યં છે. અને તમામ દર્દીઓને તેની જરુર પણ નથી, માત્ર જે દર્દીઓને ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કરી હોય તેમને જ આ ઇન્જેક્શનની જરુર છે.

ઓક્સિજનની કાળા બજારી અને હોસ્પિટલની કામગીરી ઉપર સરકારે ધ્યાન રાખવાની જરુર

ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું હતું કે કેટલીક હોસ્પિટલમાં જે દર્દીઓને ઓક્સિજનની જરુર ન હોય તેમને ઓક્સિજન વોર્ડમાં દાખલ કરી ખોટી રીતે ઓક્સિજનવાળા બેડ ન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આમ ઓક્સિજનની કાળા બજારી થઇ રહી છે. સરકારે આ માટે ધ્યાન આપવાની જરુર છે. વધુમાં કોર્ટે નોંધ્યું હતું કે રાજ્યમાં નાના જીલ્લાઓમાં પણ કોરોનાને કારણે પરિસ્થિતિ વધુને વધુ ખરાબ થતી જઇ રહી છે. આ માટે સરકારે ટેસ્ટિંગ વધારવાની જરુર છે.

સરકારે નોંધ રાખવી જોઇએ કે કેટલા દર્દીને માઇલ્ડ અને કેટલા દર્દીને સિવિયર કોરોના છે

હાલની પરિસ્થિતિને જોતા નામદાર હાઇકોર્ટે લોકો સુધી વેન્ટિલેટર, રેમડેસીવીર ઇન્જેક્શન અને ઓક્સિજનની કેટલા લોકોને જરુર છે તેના આયોજન માટે ચોક્કસ આયોજન કરવું જોઇએ. સરકારે નોંધ રાખવી જોઇએ કે, કેટલા દર્દીને માઇલ્ડ અને કેટલા દર્દીને સિવિયર કોરોના છે. જો કે આ મુદ્દે સરકારે કોર્ટમાં જણાવ્યું હતું કે, આ કામગીરી મુશ્કેલ છે.

આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટઃ કોરોના સંક્રમણની ચેઈનને તોડવા રાજ્યભરમાં 3-4 દિવસનો કરફ્યૂ હિતાવહ

ટેસ્ટિંગ વધારવા શું કરાયું?

ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ વધારવા માટે નામદાર હાઇકોર્ટે સરકારને સુચના આપી હતી. આ મુદ્દે ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થાય તે માટે સરકારે શું કર્યું તેવો સવાલ હાઇકોર્ટે સરકારને કર્યો હતો. આ મુદ્દે જવાબ આપતા એડવોકેટ જનરલ કમલ ત્રીવેદીએ કોર્ટને કહ્યું હતું કે, અમે લેબોરેટરીઝના સંચાલકો સાથે વાત કરી છે કે, તેઓ ટેસ્ટિંગના પરિણામો ઝડપથી જાહેર કરે. પરંતુ અગાઉની સરખામણીએ હાલ ટેસ્ટ વધુ થતા એટલો વર્ક લોડ પણ વધ્યો છે. તેમ છતા અમે સંચાલકોને કહ્યું છે કે, વધારાનો સ્ટાફ લઇને પણ ઝડપથી કામગીરી થાય તેમ કરો.

બેડના આંકડાઓ ઉપર ગંભીર શંકા

બેડની સંખ્યામાં વધારો કરવા સરકારે કયા પગલા લીધા અને હાલ કેટલા બેડ ખાલી છે તેની માહિતી આપતા એડવોકેટ જનરલે કોર્ટમાં જણાવ્યું હતું કે, એપ્રીલ મહિનાના પ્રથમ અઠવાડિયામા સરકારે 15 હજાર બેડનો વધારો કર્યો છે. જ્યારે ત્રીજા અઠવાડિયા સુધીમાં વધુ 10 હજાર બેડનો વધારો કરવાનું આયોજન છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે હાલ રાજ્યમાં 53 ટકા બેડ ઓક્યુપાઇ છે. આ માહિતી ઉપર કોર્ટે શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બેડના આંકડાઓ ઉપર અમને ગંભીર શંકા છે. જેનો જવાબ આપતા એડવોકેટ જનરલ કમલ ત્રીવેદીએ દલીલ કરી હતી કે, આ બેડ ફુલ દેખાતા હોવા પાછળ બે કારણો છે. પ્રથમ કારણ છે જીલ્લાઓની હોસ્પિટલમાં ધસારો અને બીજુ કારણ છે લોકોએ સિલેક્ટેડ હોસ્પિટલમાં જ સારવાર લેવી છે.

સંસાધનોની અછતનું એક કારણ સરકારના આંકડા અને વાસ્તવિક દર્દીની સંખ્યા વચ્ચેનો તફાવત

નામદાર હાઇકોર્ટના જસ્ટિસ વિક્રમ નાથે સરકારને અરિશો દેખાડતા જણાવ્યું હતું કે, હાલ ઉભી થયેલી પરિસ્થિતિનું એક મુખ્ય કારણ સરકાર દ્વારા રજુ કરવામાં આવતા આંકડા અને વાસ્તિવિક દર્દીઓના આંકડા વચ્ચેનો અંતર પણ છે. એક તરફ સરકારનું આયોજન સરકારી આંકડાઓ મુજબનું હોય છે. પરંતુ તેની સામે વાસ્તવિક રીતે આંકડાઓ ઘણા વધું છે. માર્ચથી જ રાજ્યમાં કોરોોનાના કેસ સતત વધી રહ્યા છે. જે ઘટવાનું નામ નથી લઇ રહ્યા.

સિનિયર એડવોક્ટસે પણ પોતાના મત રજુ કર્યા

યોજાયેલી સુનવણીમાં અમદાવાદના કેટલાક સિનિયર વકિલોએ પણ રાજ્યની પરિસ્થિતિ ઉપર કેટલાક સલાહ સુચનો આપ્યા હતા. જેમાં સરકારે પાર્દશિકતા અને લોકોમાં પાતાની માટે વિશ્વાસ કેળવવાની જરુર છે તેવો પણ મત વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાજ્યના નાના જીલ્લાઓ, પંચાયતો, આદિવાસી વિસ્તારોમાં પણ આરટીપીસીઆરની સુવિધા નથી પહોંચી તે મુદ્દે સરકારે તાત્કાલિક સુવિધા ઉભી કરવી જોઇએ તેમ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details