ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં શ્રેય હોસ્પિટલ કેસની 19 માર્ચે કોર્ટ આપશે સુનાવણી

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ફાયર સેફટીના અભાવે લાગેલી આગના કારણે 8 નિર્દોષોએ પોતાનો ભોગ આપવો પડ્યો હતો. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી PIL ના મામલે નામદાર કોર્ટ 19 માર્ચે પોતાની સુનાવણી આપી શકે છે.

શ્રેય હોસ્પિટલ
શ્રેય હોસ્પિટલ

By

Published : Mar 18, 2021, 7:27 PM IST

  • નામદાર કોર્ટે બન્ને પક્ષને સાંભળ્યા
  • 19 માર્ચે કોર્ટ આપશે સુનવણી
  • ICU વોર્ડની તપાસ કરવા મૃતકોના સંબંધીઓએ ફરી અપીલ કરી

અમદાવાદ: શ્રેય હોસ્પિટલમાં ફાયર સેફટીના અભાવે લાગેલી આગના કારણે 8 નિર્દોષોએ પોતાનો ભોગ આપવો પડ્યો હતો. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી PILના મામલે નામદાર કોર્ટ 19 માર્ચે પોતાનો ચુકાદો આપી શકે છે.

આ પણ વાંચો:શ્રેય હોસ્પિટલ આગકાંડઃ મૃતક દીઠ 4 લાખની સહાય, કમિટી 3 દિવસમાં તપાસનો અહેવાલ આપશે

બન્ને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટ લેશે નિર્ણય

અહિં ઉલ્લેખનીય છે કે, નવરંગપુરા ખાતે આવેલી શ્રેય હોસ્પિટલમાં વહેલી સવારે આગ લાગતા હોસ્પિટલના ICU વોર્ડમાં સારવાર લેતા 8 દર્દીઓ મોતને ભેટ્યા હતા. જે અંગે નામદાર કોર્ટમાં PIL દાખલ થતા કોર્ટે ગુરુવારે બંન્ને તરફના પક્ષોને સાંભળ્યા હતા. જે મામલે આગળની સુનાવણી 19 માર્ચે રાખવામાં આવી છે. અગાઉ નામદાર કોર્ટમાં હોસ્પિટલના ICU વોર્ડમાં મૃતકોના સંબંધીઓને તાપસ માટે જવા દેવા અંગેની મંજૂરી માંગતી બીજી PIL પણ કરવામાં આવી હતી. જે મામલે બીજી બેન્ચ એગ્ઝમીન કરી રહી છે. જો કે આ મામલે બંને પક્ષને સાંભળતા કોર્ટ 19 માર્ચે ઓર્ડર કરશે.

આ પણ વાંચો:અમદાવાદના સરસપુર સ્થિત આંબેડકર હોલમાં લાગી આગ, ઘટનામાં કોઈ જાનહાનિ નહિં

ABOUT THE AUTHOR

...view details