અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ફરીવાર સાબરમતી નદીનાં પ્રદૂષણને (Sabarmati river pollution case)મામલે સુનાવણી (Hearing of Sabarmati river pollution case in HC ) હાથ ધરાઈ હતી. જે પ્રમાણે અમદાવાદનો ઉદ્યોગ એકમો સામે કાર્યવાહી થશે તે જ પ્રમાણે રાજ્યભરમાં પ્રદૂષણ ફેલાવતાં એકમો નામ કનેક્શન કાપી નાખવામાં આવે. આ મામલે પારડીવાલા અને જસ્ટિસ વૈભવ ખંડપીઠે આ પ્રકારના વલણ સામે નારાજગી વ્યક્ત કરી છે.
હાઇકોર્ટના ઓર્ડરોનું પાલન કરાવો- કોર્ટે કહ્યું (Hearing of Sabarmati river pollution case in HC ) કે સાબરમતી નદી પ્રદૂષણ મામલે (Sabarmati river pollution case)કોર્ટે ઘણાય ઓર્ડર કર્યા છે, હજારો કાગળના ઓર્ડર છે, જેના આધારે હવે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે રાજ્યભરમાં અમલ કરવાની જવાબદારી છે. હાઇકોર્ટના નિર્દેશ બાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ NERIને (National Environmental Research Institute) CETP-STP પ્લાન્ટના નિરીક્ષણની કામગીરી સોંપી હતી. પરંતુ કોર્ટે તેની કામગીરી સામે પણ અસંતોષ વ્યક્ત કર્યો છે.
શા માટે અસંતોષ વ્યક્ત કર્યો-જીપીસીબી સામે અસંતોષનું કારણ એ છે કે GPCBએ NERI એટલે કે નેશનલ એન્વાયરમેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટને 90 લાખ રૂપિયા ચૂકવીને તેની પાસે આ પ્લાન્ટનું નિરિક્ષણ કરી તેને કેમ કરી સુધારો લાવી શકાય તે અંગે રિપોર્ટ GPCB On Sabarmati river pollution caseતૈયાર કરવાની કામગીરી સોંપી હતી. પરંતુ આ કામ સંતોષપૂર્વક ન કરી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ કોર્ટ મિત્ર પોતાની રજૂઆત કરી રહ્યા હતાં, ત્યારે રજૂઆત કરવા માટે ઔદ્યોગિક એકમના વકીલે પોતાને સાંભળવા સમય અપાય તેવી માંગ કરી. જેને લઇને કોર્ટે ટકોર કરી કે 'હવે બહુ થયું જો પાણી છોડવાની અરજી હોય તો તેઓ કોઈ પણ હિસાબે પરવાનગી આપવા નથી, તેને ડિસમિસ કરશે.
આ પણ વાંચોઃ Pollution of Sabarmati river: હાઈકોર્ટ ગાંધીનગર મહાપાલિકાને પણ પક્ષકાર તરીકે જોડાવા કર્યો નિર્દેશ
હવે તો સુપ્રીમ કોર્ટે પણ તેમના આદેશને યોગ્ય માન્યો છે - મોટી વાત એ છે કે કોર્ટ મિત્રએ પણ નિવેદન કર્યું છે કે કોર્પોરેશન તરફથી મહત્વની વિગતો નથી આપવામાં આવી રહી. સુનાવણી દરમિયાન કોર્ટ મિત્રે એક મોટો ખુલાસો પણ કર્યો છે કે સાબરમતી નદીમાં વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનોમાં પણ ઇન્ડસ્ટ્રીના એકમો પાણી છોડી રહ્યાં છે જેના કારણે પણ નદીમાં પ્રદુષણ વધ્યું છે.
જોઇન્ટ ટાસ્ક ફોર્સના રિપોર્ટ- આ રીપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે, અમદાવાદના 10માંથી 5 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કાર્યક્ષમતા સુધરી છે. હજુ પણ 5 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નિર્દિષ્ટ ધોરણો પ્રમાણે કાર્યરત નથી. નદીમાં છોડાતાં ગંદા પાણી અને ગટરના પાણીમાં પ્રદૂષિતતાનું પ્રમાણ વધ્યું છે. આ સુનાવણીમાં ગાંધીનગર મહાનગર પાલિકાએ (Gandhinagar Corporation )પણ દૂષિત પાણી સાબરમતીમાં ઠાલવવા સામે કાર્યવાહી કરવા માટે નિવેદન આપ્યું છે.
આ પણ વાંચોઃ સાબરમતી નદીના પ્રદૂષણ અંગે જવાબદાર સામે ફોજદારી કાર્યવાહી કરાશે
કોર્પોરેશને શું કહ્યું - આ મામલે કોર્પોરેશને કોર્ટને કહ્યું (Hearing of Sabarmati river pollution case in HC ) કે શહેરભરમાં 970 કિલોમીટરની વરસાદી પાણીની લાઈનો નંખાઈ છે, એમાં પ્રદૂષણનું પ્રમાણ સૂચવે છે કે ગેરકાયદે જોડાણ છે. ઉપરાંત ડ્રોન સર્વેલન્સ માટે પણ ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં સાબરમતી નદીનું સર્વેલન્સ કરવામાં આવશે. જૉ કે કોર્ટે કોર્પોરેશનને ટકોર કરતાં એ પણ કહ્યું, કે કોન્ક્રીટ એક્શન પ્લાન વિના કશું સિદ્ધ નહીં થાય, અત્યાર સુધીની તમામ મહેનત બેકાર જશે. જેથી કડકાઇથી કાર્યવાહી કરશો તો જ પરિણામ દેખાશે. અત્યાર સુધીમાં તમામની મહેનત છે એને બેકાર જવા ન દેવાય.
અરજદારની પણ કાઢી ઝાટકણી- અરજદારે જે રીતે કનેક્શન કાપવાની માંગ કરી હતી તે મુદ્દે કોર્ટે (Hearing of Sabarmati river pollution case in HC ) ઝાટકણી કાઢતા કહ્યું કે, 'કોઈ અરજદાર આવીને હાઇકોર્ટને કહે મારું કનેક્શન કાપી નાંખવામાં આવ્યું છે. એટલે બધાંના કનેક્શન કાપો, તે પ્રકારનું વલણ ન ચલાવી લેવાય અને આવું ન થાય તે જરુરી છે.