ગુજરાત

gujarat

ETV Bharat / city

લોકો શું ખાશે? તેના પર રોક લગાવવાનો અધિકાર સરકારને નથી - અરજદાર, દારૂબંધી અંગેની અરજીની આગામી સુનાવણી 23 જૂનના રોજ થશે - Hearing of liquor ban application

મંગળવારના રોજ ગુજરાત હાઇકોર્ટમાં દારૂબંધીને લઈ સતત બીજા દિવસે સુનાવણી થઈ હતી. આ સુનાવણીમાં અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, રાઇટ ટૂ પ્રાઇવસી હેઠળ લોકો શું ખાશે કે શુ પીશે? તેની પર રોગ લગાવવાનો અધિકાર સરકારને નથી. ઉલ્લેખનીય છે કે, કોર્ટમાં સદંતર બે દિવસથી દારુબંધીને પડકારતી અરજી પર સુનાવણી થઇ રહી છે. કેટલાક સમય પહેલા ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજીમા દારુબંધીને પડકારતી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં અરજદારે રજૂઆત કરી હતી કે, અન્ય રાજ્યમાંથી દારૂ પીને રાજ્યમાં આવનારા વ્યક્તિ પર રોક લગાવવું યોગ્ય નથી.

gujarat high court
gujarat high court

By

Published : Jun 22, 2021, 8:14 PM IST

  • કાયદામાં દારૂની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી- અરજદાર
  • કેટલા સમય પહેલા ડ્રિન્ક કર્યું એ કઈ રીતે જાણી શકાય?- અરજદાર
  • રાજ્યમાં દારૂબંધી કેમ લગાવવામાં આવી- ગુજરાત હાઇકોર્ટ

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં દારૂબંધી અંગે સતત બીજા દિવસે સુનાવણી થઈ હતી. આ સુનાવણીમાં અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, રાઇટ ટૂ પ્રાઇવસી હેઠળ લોકો શું ખાશે કે શુ પીશે? તેની પર રોક લગાવવાનો અધિકાર સરકારને નથી. અરજદારે મંગળવારના રોજ ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે, કોર્ટ સમક્ષ આખો કાયદો ક્યારેય પડકારજનક ન હતો. જે રાજ્યોમાં દારૂ માટે છૂટ છે, ત્યાંથી આવતા લોકો જો વાહન ચલાવતા ન હોય, તેમ છતાં તેમના પર ગુનો દાખલ કરવામાં આવે છે.

પ્રોહિબિશનના કાયદાના વ્યાપ અને હેતુ અંગે સ્પષ્ટતા કાયદામાં નથી

અરજદારે રજૂઆત કરી હતી કે, દારૂબંધીની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી નથી. એક જ વ્યાખ્યાના આધારે વિવિધ પાસામાં કાયદાનું સ્વરૂપ લેવામાં આવે છે. ત્યારબાદ દારૂ પીધા બાદ વ્યક્તિ કેટલો સમય નશામાં રહે છે, તે જાણવું પણ જાણવું મુશ્કેલ છે. એટલે કોઈ ઠોસ વ્યાખ્ય રાજ્ય સરકાર પાસે છે જ નહીં. પ્રોહિબિશનના કાયદાના વ્યાપ અને હેતુ અંગે સ્પષ્ટતા પણ કાયદામાં નથી. કાયદો કેમ લાવ્યા તે પણ સ્પષ્ટ નથી.

કાયદો જાહેરહિતના આરોગ્યને ધ્યાનમાં લઈને લાવવામાં આવ્યો છે - એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી ( Advocate General Kamal Trivedi )

આ સામે ગુજરાત હાઇકોર્ટે સરકારને પ્રશ્ન પૂછ્યો હતો કે, રાજ્યમાં દારૂબંધી કેમ લગાવવામાં આવી છે? આ પ્રશ્નનો જવાબ આપતા એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી ( Advocate General Kamal Trivedi )એ કોર્ટને જણાવ્યું હતું કે, કાયદો જાહેરહિતના આરોગ્યને ધ્યાનમાં લઈને લાવવામાં આવ્યો છે. જો કે, બુધવારના રોજ એડવોકેટ જનરલ આ મુદ્દે કોર્ટમાં જવાબ રજૂ કરશે.

રાજ્યમાં દારૂની રેલમછેલ, 252 કરોડથી વધુનો દારૂ પકડાયો

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 252 કરોડ 32 લાખ 52 હજાર 714ની કિંમતનો દારૂ ઝડપાયો છે. જેમાં વિદેશી દારૂની 1 કરોડ 38 લાખ 1 હજાર 558 બોટલ જ્યારે બિયરની 17 લાખ 1 હજાર 38 બોટલ ઝડપાઈ છે. તેમજ 18 લાખ 58 હજાર 217 લિટર દેશી દારૂનો સમાવેશ થાય છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાંથી 10 કરોડ 65 લાખ 3 હજાર 398ની કિંમતની 3 લાખ 18 હજાર 690 વિદેશી દારૂ જડપવામાં આવ્યો છે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details