અમદાવાદ: અમદાવાદમાં આવેલી ગૂજરાત વિદ્યાપીઠની યુજીસી (University Grants Commission) દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. શો કોઝ નોટિસ (Notice to Gujarat Vidhyapith ) પાઠવવામાં આવી છે, જેમાં વિદ્યાપીઠ પાસેથી ડીમ્ડ યુનિવર્સિટીનો દરજજો પરત ખેંચવામાં આવે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નોટિસને લઈને ગૂજરાત વિદ્યાપીઠે હાઈકોર્ટમાં અરજી કરી છે. જેથી હાઈકોર્ટે નોટિસ પાઠવતા આજે યુજીસીએ પોતાનો જવાબ હાઈ કોર્ટમાં રજૂ (Hearing in High Court ) કર્યો હતો.
યુજીસીએ શું આપ્યો જવાબ- આ સમગ્ર મામલે યુજીસીએ પોતાનો જવાબ રજૂ કરતાં કહ્યું હતું કે, નોટિસ પછી પણ વિદ્યાપીઠ (Notice to Gujarat Vidhyapith ) દ્વારા હજુ સુધી યુજીસી ન જવાબ આપવામાં આવ્યો નથી. નિયમોના ભંગ મુદ્દે વિદ્યાપીઠ સામે ugc એહજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. તેથી આ બાબત હજુ સંપૂર્ણપણે યુજીસીના સમક્ષ વિચાર વિમર્શ હેઠળ ચાલી રહી છે. જેને લઇને આ સમય દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠે ગુજરાત હાઈકોર્ટમાં જે અરજી કરી છે તે ખૂબ જ વહેલી (Hearing in High Court ) છે. સાથે યુજીસી દ્વારા એ પણ રજૂઆત કરવામાં આવી હતી કે જો આ શો કોઝ નોટિસને (UGC Notice) રદ કરવામાં આવશે તો યુનિવર્સિટીની નાણાકીય અનિયમિતતાના કેસમાં તપાસ અને પૂછપરછ કરવાના હકમાં અવરોધરૂપ સાબિત થશે.
આ પણ વાંચોઃ માનસિક અસ્થિર સગીરાના ગર્ભપાત માટે હાઈકોર્ટમાં આવી અરજી, શું છે સમગ્ર મામલો