ગુજરાત

gujarat

ETV Bharat / city

123 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સને કાયમીનો મામલો ગૂંચવાયો - Multi Purpose Health Worker

ગુજરાત હાઇકોર્ટમાં 123 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સને (Multi Purpose Health Worker) કાયમી કરવામાં માટે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, સરકાર દ્વારા હાઇકોર્ટનાં (Health Workers Govt) આદેશનું પાલન કરાયું છે. જ્યારે અરજદારના વકીલ રજૂઆત કરી કે, સરકારે આદેશનું પાલન યોગ્ય રીતે કર્યું જ નથી.

Multi Purpose Health Worker : 123 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સને કાયમીને લઈને મામલો ગૂંચવાયો
Multi Purpose Health Worker : 123 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સને કાયમીને લઈને મામલો ગૂંચવાયો

By

Published : Jul 7, 2022, 10:57 AM IST

અમદાવાદ : 123 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સને કાયમી (Multi Purpose Health Worker) કરવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઇકોર્ટના આદેશ છતાં પણ 123 જેટલા મલ્ટી પર્પસ વર્કર્સને કાયમી ન કરાતા રાજ્ય સરકાર (HC on Permanent Issue of Health Works) સામે થયેલી કન્ટેમ્પ્ટ અરજીમાં પંચાયત રૂરલ સહિત અન્ય બે વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પણ હાઇકોર્ટમાં હાજર રહેવું પડ્યું હતું.

નોકરીમાં નિમણૂક પામેલા -આ સમગ્ર મામલે સરકારી વકીલની રજૂઆત હતી કે, બે જૂન 2006 ના રોજ સરકારનો ઠરાવ હતો કે વર્ષ 2006 પછી સર્વિસમાં લાગેલા કર્મચારીઓ પાંચ વર્ષ સુધી ફિક્સ પગારમાં રહેશે. બાદમાં તેમને કાયમી કરવામાં આવશે. જ્યારે વર્ષ 2006 પહેલા સર્વિસમાં લાગેલાને આ નિયમ લાગુ પડશે નહીં. સરકારે આ ઠરાવ મુજબ 123 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર કાયમી કરવાનો હુકમ કરેલો છે. જેમાં વર્ષ 2006 પછી 62 અને વર્ષ 2006 પહેલા 61 નોકરીમાં નિમણૂક પામેલા છે. આ મુજબ જોઈએ તો સરકાર દ્વારા હાઇકોર્ટના (Health Workers Govt) આદેશનું પાલન કરાયું છે.

આ પણ વાંચો :ઓનલાઇન દવા વેચતી 13 કંપનીઓ વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન

"સરકારે યોગ્ય પાલન નથી કર્યું"- આ સમગ્ર મામલે અરજદારના વકીલની રજૂઆત હતી કે, સરકારે આ દેશનું પાલન યોગ્ય રીતે કર્યું જ નથી. કારણ કે કન્ટેમ્પ્ટની અરજી થયા બાદ સરકારે ચાલુ વર્ષે ત્રણ વાર હુકમ કરેલા. એમાં 15 જૂનના રોજ અચાનક એવો હુકમ કરાયો હતો કે, 2006ના ઠરાવ મુજબ વર્ષ 2006 પછી સર્વિસમાં લેવાયેલા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની સર્વિસને પાંચ વર્ષના ફિક્સ પગાર મુજબ ગણવી હતી. આ ઠરાવના લીધે થઈને આ તમામ કર્મચારીઓને રૂપિયા 10 થી 12 લાખ જેટલું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

હાઇકોર્ટના આદેશનું પાલન -વકીલે એ પણ રજૂઆત કરી હતી કે, ભૂતકાળમાં જ્યારે આ કેસ હાઇકોર્ટના સિંગલ જજ સમક્ષ કે ખંડપીઠ સમક્ષ ચાલ્યો હતો, ત્યારે સરકારે ક્યારેય વર્ષ 2006ના ઠરાવનો ઉલ્લેખ કર્યો જ નથી. તેમજ તમામ સ્તરે અરજદારની તરફેણમાં જ આદેશ થયેલા છે. પરંતુ, હવે જ્યારે કન્ટેન્ટની અરજીમાં આ બાબતને ઉઠાવી શકાય નહીં. તેથી સરકાર હાઇકોર્ટના આદેશનું પાલન (123 Multi Purpose Health Worker) યોગ્ય રીતે કરતી જ નથી.

આ પણ વાંચો :Hearing in Gujarat High Court : સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદમાં હાઇકોર્ટમાં આજે શું થયું જાણો

હાઇકોર્ટનો આદેશ - આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટની ખંડપીઠને એવું લાગ્યું હતું કે, જે તે સંબંધિત વિભાગ દ્વારા આદેશનું પાલન કરવામાં આવતું નથી. તેથી તેમણે કન્ટેન્ટની સામે ચાર્જ ફ્રેમની પ્રક્રિયા હાથ ધરવા (Hearing on Health Works) માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ મુખ્ય સરકારી વકીલ દ્વારા હાઇકોર્ટને એવી બાંહેધરી આપવામાં આવી કે, તેઓ બે સપ્તાહમાં જ આદેશનો અમલ કરાવવામાં આવશે. જેથી કોર્ટે ચાર્જશીટ કરવાનો આદેશ અત્યારે મુલતવી રાખ્યો છે, ત્યારે આ કેસની વધુ સુનાવણી 28 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details