અમદાવાદ- સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદના મામલમાં આજે ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનાવણી (Hearing in Gujarat High Court ) હાથ ધરાઇ હતી. જે મામલે આજની સુનાવણીમાં (Sokhada Haridham Controversy update in High Court) પ્રબોધસ્વામીના જૂથે (Prabodhaswamy of Sokhada Swaminarayan temple )કોર્ટ પાસેથી સાધુ સંતોને આશ્રમમાં રહેવા દેવાય એવી માગ કરી છે અને કોર્ટ પાસે વધુ સમય પણ માંગ્યો છે. જોકે એમની આ માંગનો પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથ દ્વારા વિરોધ ( Prem Swarupaswamy of Sokhada Swaminarayan Temple ) કરવામાં આવ્યો હતો. એની સાથે જ નિર્ણયનગર અને બાકરોલમાં સંતોને સાધિઓને જે રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે તે પણ હટાવવામાં આવે એવી પ્રેમસ્વરૂપ સ્વામીએ માંગ કરી હતી.
આ પણ વાંચોઃ Vadodara Sokhda Controversy: સોખડા ગાદીપતિ વિવાદનો મામલો, આ ગામમાં પ્રબોધ સ્વામી કરી શકે છે રોકાણ
હેબિયસ કોપર્સની અરજી હતી- આ સમગ્ર મામલે હાઇકોર્ટ હેબિયસ કોર્પસની અરજીનો પણ નિકાલ(Hearing in Gujarat High Court ) કર્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે હેબિયસ કોર્પસ પિટિશનના કાર્યક્ષેત્ર પ્રમાણે સંતો અને સાધ્વીઓને ગેરકાયદે અટકાયતમાંથી મુક્ત કરવામાં આવ્યા છે તેથી આ મામલે હવે અરજી ચાલુ રાખવાનો કોઈ અર્થ રહેતો(Sokhada Haridham Controversy update in High Court) નથી.