ગુજરાત

gujarat

ETV Bharat / city

ગ્રીષ્મા હત્યા કેસના દોષિત ફેનિલની અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણીમાં શું થયું જૂઓ

સુરતના પાંડેસરમાં બનેલી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસના આરોપી ફેનિલની અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જોકે તેના વકીલ હાજર ન રહી શકતાં સુનાવણી ટળી હતી. હવે ફાંસીની સજાના કન્ફર્મેશનને પડકારતી ફેનિલની અરજી પર 17 ઓક્ટોબરે સુનાવણી યોજાશે. Hearing in Gujarat High Court on Convict Fenil application Grishma murder case

ગ્રીષ્મા હત્યા કેસના દોષિત ફેનિલની અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણીમાં શું થયું જૂઓ
ગ્રીષ્મા હત્યા કેસના દોષિત ફેનિલની અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણીમાં શું થયું જૂઓ

By

Published : Sep 19, 2022, 8:24 PM IST

અમદાવાદસુરતનો બહુ ચર્ચાસ્પદ કેસ ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં દોષિત ફેનિલ ગોયાણીએ સુરત સેશન્સ કોર્ટનાં હુકમ સામે કરેલી અપીલ પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી ટળી હતી. મહત્વનું છે કે દોષિત ફેનિલના વકીલ અન્ય કેસમાં હોવાના કારણે આજે આ કેસ બાબતે હાજર રહી શક્યા ન હતાં. તેથી આજે આ કેસની સુનાવણી ( Hearing in Gujarat High Court on Convict Fenil application Grishma murder case ) થઈ શકી ન હતી.

ફેનિલના વકીલે આગામી સુનાવણીની મુદત માગી જોકે આ કેસની સુનાવણી માટેે ફેનિલના વકીલે આગળની મુદત માંગી હતી. તેમની આ રજૂઆતને હાઇકોર્ટે માન્ય રાખી હતી અને તેમણે આપેલું કારણ સચોટ છે એવું હાઇકોર્ટે નોંધ્યું હતું. તેથી આ કેસની સુનાવણી હવે 17 ઓક્ટોબરના રોજ ( Hearing on Fenill's plea on October 17 ) હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે સુરતની સેશન્સ કોર્ટે દોષિત ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી હતી. ત્યારે સુરત કોર્ટનું એવું અવલોકન હતું કે આ કેસ રેરેસ્ટ ઓફ ધ રેર પ્રકારનો કેસ છે. આવા ગુના આચારનારા દોષિતને કડકમાં કડક સજા થવી જરૂરી છે. તેથી આવા પ્રકારના કેસમાં કોઈપણ આરોપીને પ્રત્યે દયા દાખવી શકાય નહીં.

સુરત કોર્ટ દ્વારા દોષિત ફેનિલને ફાંસીની સજા કેસની વિગત સુરતનાં કામરેજ વિસ્તારમાં હત્યા કેસ એ સમયે સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બન્યો હતો. એકતરફી પ્રેમમાં પાગલ 21 વર્ષના ફેનિલે ગ્રીષ્મા વેકરીયાની તેના પરિવાર અને પાડોશીની સામે જ ઘાતક હથિયારથી હત્યા કરી દીધી હતી. આ હત્યા બાદ સમગ્ર રાજ્યમાં તેના પ્રત્યાઘાત પડ્યા હતાં. પોલીસે પણ આ કેસમાં તપાસ સંબંધિત 2,500 જેટલી પાનાની ચાર્જશીટ ફાઇલ કરી હતી અને આ સમગ્ર કેસ માત્ર બે જ મહિનામાં પૂર્ણ કરવામાં આવ્યો હતો અને સુરત કોર્ટ દ્વારા દોષિત ફેનિલને ફાંસીની સજા ફટકારી હતી.

ફાંસીની સજાના કન્ફર્મેશનને પડકારતી અરજી સુરતની સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકાર્યા બાદ તે ફાંસીની સજાનું કન્ફર્મેશન કરવા માટે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં અરજી કરેલી છે. એમાં હાઈકોર્ટે નોટિસ પણ ઇસ્યુ કરેલી છે. ફાંસીની સજાના કન્ફર્મેશનને પડકારતી અરજી ફેનિલે હાઇકોર્ટમાં અરજી કરી હતી અને એ અરજીમાં રજૂઆત કરી હતી કે સુરત કોર્ટે કરેલો હુકમ ભૂલભરેલો છે અને તેને માન્ય ગણી શકાય નહીં.

ફેનિલની અરજી પર 17 ઓક્ટોબરે સુનાવણી થશે ફેનિલ દ્વારા કરવામાં આવેલી આ અરજી ( Hearing in Gujarat High Court on Convict Fenil application Grishma murder case ) પર હવે 17 ઓક્ટોબરના ( Hearing on Fenill's plea on October 17) રોજ સુનાવણી હાથ ધરાશે .ત્યારે આ સમગ્ર મામલે હાઇકોર્ટનું શું અવલોકન રહેશે તે દરેકને માટે મહત્વનું બની રહેશે.

ABOUT THE AUTHOR

...view details