અમદાવાદ- સમગ્ર ગુજરાત રાજ્યમાં થોડા સમય પહેલા લેવામાં આવેલી પીએસઆઈની ભરતીનું પરિણામ(PSI Recruitment Exam Result ) જાહેર થતાં તે વિવાદમાં ફસાઇ છે. થોડા સમય પહેલાં જ પરિણામ અયોગ્ય છે તેવી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. હવે આ જ ભરતીને લઈને અન્ય બે અરજીઓ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે તેની સુનાવણી (Hearing in Gujarat High Court )થઇ રહી છે. આ સમગ્ર મામલે હાઇકોર્ટ ભરતી બોર્ડ (Notice to the Recruitment Board by the High Court )અને રાજ્ય સરકારને (Notice to Government by High Court ) અર્જન્ટ નોટિસ પાઠવી છે.
ભરતીપ્રક્રિયામાં થયેલ અન્યાય મુદ્દે અરજી-પીએસઆઇ પરિણામને (PSI Recruitment Exam Result )લઈને હાઇકોર્ટ સમક્ષ જે અન્ય બે અરજી કરવામાં આવી છે. તેમાં એક અરજીમાં એક્સ આર્મી મેનને ભરતીપ્રક્રિયામાં થયેલ અન્યાય મુદ્દે અરજી કરવામાં આવી છે અને બીજી અરજી જનરલ કેટેગરીની બેઠકો ઓછી કરી દેવાઇ હોવાની ફરિયાદ આવી છે. આ બંને મામલાને લઈને હાઇકોર્ટમાં આગામી દિવસોમાં (Hearing in Gujarat High Court )સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચોઃ PSI Exam Result: PSIની પરીક્ષા આપનારા ઉમેદવારોની આતૂરતાનો અંત, ગણતરીના કલાકમાં આવશે પરિણામ