અમદાવાદ- 2015માં પાટીદાર આંદોલન દરમિયાન હિંસા અને તોડફોડના અનેક કેસોની સુનાવણી સેશન્સ કોર્ટમાં ( Hearing in Ahmedabad Sessions Court )ચાલી રહી છે. ત્યારે આજે પાટીદાર અનામત આંદોલન (Patidar Andolan Case Hearing)સંદર્ભે થયેલા કેસ પરત ખેંચવાની અરજીમાં કોર્ટમાં વધુ સુનાવણી યોજાઇ હતી. આજ રોજ જે સુનાવણી (Ramol sabotage case against Hardik Patel )હાથ ધરવામાં આવી હતી તેમાં રાજ્ય સરકાર વતી કેટલીક મહત્વપૂર્ણ રજૂઆતો થઇ છે.
સરકારી વકીલે શું કહ્યું - સરકારી વકીલ સુધી બ્રહ્મભટ્ટ તરફથી રજૂઆત કરાઈ હતી કે 2015માં જે તે સમયે પાટીદાર સમાજની અનામતની માંગણી સાથે આંદોલન કરવામાં આવ્યું હતું. ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસે(Patidar Andolan Case Hearing) કેસ કર્યા હતાં. પરંતુ તે બાદ કોઇ જ દુર્ઘટના બની નથી. તેથી જાહેર હિતને ધ્યાનમાં લઇને આ કેસો પરત ખેંચવામાં આવે.