ગુજરાત

gujarat

ETV Bharat / city

5 શહેરની નીચલી કોર્ટમાં 7થી 17 એપ્રિલ સુધી ફિઝિકલ ફંક્શનિંગ બંધ રાખવા HCનો હુકમ - ફિઝિકલ ફંક્શનીંગ બંધ

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાત હાઈકોર્ટે એક હુકમ જાહેર કર્યો છે. હાઈકોર્ટે 7થી 17 એપ્રિલ સુધી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને, જામનગરના તમામ જિલ્લા કોર્ટનું ફિઝિકલ ફંક્શનિંગ બંધ રાખવા હુકમ જાહેર કર્યો છે. આ તમામ જિલ્લાઓમાં બુધવારથી માત્ર ઓનલાઈન કોર્ટ ચલાવવા હાઇકોર્ટે નિર્દેશ કર્યો હતો.

5 શહેરની નીચલી કોર્ટમાં 7થી 17 એપ્રિલ સુધી ફિઝિકલ ફંક્શનિંગ બંધ રાખવા HCનો હુકમ
5 શહેરની નીચલી કોર્ટમાં 7થી 17 એપ્રિલ સુધી ફિઝિકલ ફંક્શનિંગ બંધ રાખવા HCનો હુકમ

By

Published : Apr 7, 2021, 11:47 AM IST

  • ફંક્શનિંગ બંધ રાખવા હાઈકોર્ટે હુકમ, કોર્ટમાં પણ કોરોનાના કેસ નોંધાયા
  • ગત 1 માર્ચથી જ નીચલી કોર્ટોમા પ્રત્યક્ષ સુનવણી શરુ કરાઈ હતી
  • ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ વધતા હાઈકોર્ટે નવો હુકમ જાહેર કર્યો
ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ વધતા હાઈકોર્ટે નવો હુકમ જાહેર કર્યો

આ પણ વાંચોઃUPમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવા સરકાર વિચાર કરેઃ અલ્હાબાદ હાઈકોર્ટ

અમદાવાદઃ 7થી 17 એપ્રિલ સુધીના સમય દરમિયાન જો વકીલ કે પક્ષકારની ગેરહાજરીના કારણથી કોઈ વિપરીત હુકમ કરવો નહીં તેવો પણ હાઈકોર્ટે જિલ્લાની કોર્ટને નિર્દેશ આપ્યો હતો. મહત્વનું છે કે, હજી નીચલી કોર્ટોમાં પ્રત્યક્ષ સુનાવણી 1 માર્ચથી જ શરૂ કરવામાં આવી છે, પરંતુ હવે ગુજરાતમાં કોરોના સંક્રમણના આંકડાઓ વધી જતા કોર્ટને નવો આદેશ કરવો પડ્યો છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ વધતા હાઈકોર્ટે નવો હુકમ જાહેર કર્યો

આ પણ વાંચોઃઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં CBI કોર્ટે 3 પોલીસ અધિકારીઓને કર્યા ડિસ્ચાર્જ

કોર્ટ સ્ટાફમાંથી પણ કોરોના પોઝિટિવના કેસ વધતા લેવાયો નિર્ણય

છેલ્લા કેટલાક સમયથી કોર્ટ પરિસરના સ્ટાફમાં પણ કોરોના સંક્ર્મણ વધતા જતા વ્યાપની અસર દેખાઈ રહી હતી. નામદાર હાઇકોર્ટના ચીફ જસ્ટિસે પણ નોંધ્યું હતું કે કોરોનાના કારણે કોર્ટમાં રોજ 8-10 લોકો સંક્રમિત થઈ રહ્યા છે. વળી અમદાવાદની ઘી કાંટા કોર્ટમાં તો 15 જેટલા સ્ટાફને કોરોના પોઝિટિવ આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details