અમદાવાદ- હાઈકોર્ટની નીચલી અદાલતો માટે આસિસ્ટન્ટની પોસ્ટ ((Recruitment for the post of Assistant in the lower courts))માટે ભરતીમાં અનામતને (Gujarat High Court on recruitment process issue)લઈ વિવાદ થયો હતો. જે બાદ હાઈકોર્ટમાં અરજી કરી ઉમેદવારોએ યોગ્ય ન્યાયની ગુહાર લગાવી હતી. ત્યારે ભરતી પ્રક્રિયા મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો (HC judgment on recruitment process) સામે આવ્યો છે.
હાઈકોર્ટે આપ્યો ચૂકાદો-ભરતી પ્રક્રિયામાં અનામતને લઈને હાઈકોર્ટે ચૂકાદો આપ્યો છે કે અનામતનો લાભ લેનારને ઓપન કેટેગરીનો લાભ ન મળે. કોઈપણ એક જ કેટેગરીમાં નોકરીનો લાભ મળી શકે તેવુ પણ કોર્ટે ટાંક્યું હતું. આ ચૂકાદાની સુનાવણીમાં કોર્ટે સુપ્રીમ કોર્ટના અગાઉના ચૂકાદા પણ ધ્યાને લીધા હતાં.
વકીલની દલીલ-વકીલ હેમાંગ શાહે જણાવ્યું કે આ મામલે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ST, SC કેટેગરીના ઉમેદવારો અરજી કરી હતી. જેમાં રજુઆત કરાઈ હતી કે ભરતીમાં જનરલ કેટેગરીની બેઠકો ભરાઈ ન હોવાથી અરજદાર ઉમેદવારોને ખાલી પડેલી બેઠકો પર પોસ્ટિંગ આપવામાં આવે. જોકે સામા પક્ષે હાઇકોર્ટ તરફથી રજુઆત કરાઈ કે રાજ્ય સરકારના જીઆર પ્રમાણે, એક સમયે જે ઉમેદવારોએ જે કેટેગરીનો લાભ લીધો હોય તેઓ અન્ય કેટેગરીનો લાભ મેળવી ન શકે.