અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના કેસ મામલે મોટો અને ઐતિહાસિક (HC Property Judgment) ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ હેઠળના મહત્વના નિર્ણયને મહત્વ આપતા જણાવ્યું હતું કે, પ્રથમ લગ્નથી થયેલા વિધવાના સંતાનોને બીજા પતિની મિલકતમાં હકદાર છે. તેમજ આ સમગ્ર કેસ મામલે કોર્ટે એ પણ જણાવ્યું છે કે, કોઈપણ વારસદારો હિન્દુ ઉત્તરાધિકારી અધિનિયમની કલમ 15 મુજબ (Right of Heir to Property) મિલકત માટે હકદાર ઠરે છે.
શું છે સમગ્ર મામલો - મિલકતના હકને દાવા અંગે ચાલતા આ કેસમાં આ સમગ્ર સંપત્તિ મૂળ માલિક માખણ પટેલની છે. તેમણે આ સંપત્તિના વારસદાર (Right of Heir to Property) તરીકે તેમના પત્ની અને બે પુત્રોને નામે કરી હતી. 1982માં રેવન્યુ રેકોર્ડમાં પણ તેમના નામ દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, ત્યારબાદ તેમના પત્ની કુંવરબેને વસિયતમાં ફેરફાર કરાવ્યો હતો. કુંવરબેન પહેલા લગ્નથી થયેલા પુત્રની વિધવાને અમુક મિલકત તેના નામે કરી દીધી હતી. જે મિલકત તેમના પહેલા પુત્રની વિધવા નામે કરવામાં આવી હતી. તેમના જ વિધવા પુત્રવધૂના વારસદાર દ્વારા કુવરબેનના મૃત્યુ પછીની મિલકતમાં પોતાનો હિસ્સો માંગ્યો હતો. પરંતુ, કુંવરબેનના દીકરાઓએ હિસ્સો આપવા માંગતા ન હતા. તેથી આ સંપત્તિ અમારી છે તેમ કહીને તેમણે આ હિસ્સો આપ્યો ન હતો.
અરજદારના વકીલની રજૂઆત -આ ઉપરાંત સાથે વિધવા પુત્રવધૂના વારસદારોએ આ મિલકતને પોતાના નામે કરવા માટે મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર રેવન્યુ રેકોર્ડમાં નિષ્ફળ ગયા હોવાના લીધે તેમણે આ સમગ્ર મામલે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આ સમગ્ર મામલે અરજદારના વકીલની રજૂઆત હતી કે, કુંવરબેન તેઓ સંપૂર્ણ મિલકતના માલિક હતા. તેથી તેમણે ઇચ્છા મુજબ વહેંચી હતી. જેમાં તેમણે પોતાના પહેલા લગ્નથી થયેલા પુત્રની વિધવાને સંપત્તિ તેમના નામે કરી હતી, પરંતુ મહેસુલ સત્તાવાળાઓએ બિલ દાખલ ન કરવાથી તેઓ આજ સુધી આ સંપત્તિથી વંચિત રહ્યા છે. જ્યારે બીજી તરફ, બીજા પક્ષની દલીલ એ હતી કે, આ સંપત્તિ એમના પિતૃક સંપત્તિ છે. તેથી એના પર માત્ર તેઓ જ હક ધરાવે છે. આ તેમની મિલકત બીજા કોઈને પણ વહેંચી શકાય નહીં કે આપી શકાય નહીં. તેથી તેમની તરફેણમાં આ સંપૂર્ણ સંપત્તિ આપી દેવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી.